વિક્રમ સંવત 2081 શ્રાવણ વદ ત્રીજ. મંગળવાર, પંચક. ફૂલકાજલી. સંકષ્ટ ચોથ- બોળચોથ


[[$googlead]]

રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.

જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ તમામ રાશિનું રાશિફળ.

[[$alsoread]]

મેષ રાશિ

આપના અગત્યના પ્રશ્નો અને કાર્યોને ઉકેલવા સંજોગ સાનુકૂળ થતા જણાશે. મિત્ર-વડીલ વર્ગથી સહકાર.

વૃષભ રાશિ

આવક કરતાં જાવકનું પલ્લું નમી ન જાય તે માટે જોજો, સ્નેહીથી સંવાદિતા સર્જી લેજો.

મિથુન રાશિ

ધાર્યો લાભ વિલંબમાં પડતો જણાય, નિરાશ થયા વિના પ્રયત્નો અને મદદ વડે બાજી સુધારી લેજો.

કર્ક રાશિ

મહત્ત્વની કામગીરી અંગે કોઈ અગત્યની તક આવી મળે, સ્નેહીનો સહકાર, પ્રવાસ ફળે.

સિંહ રાશિ

મનોસ્થિતિને સમતોલ અને સમાધાનકારી રાખી સમય પસાર કરવાથી રાહત રહે, ચિંતા દૂર થાય.

કન્યા રાશિ

આપના મનના ઓરતા અધૂરા ન રહી જાય તે માટે અનુભવીની મદદ લેજો.

તુલા રાશિ

અંતઃકરણના અજંપાને દૂર કરવા સામાજિક કાર્ય તરફ ઢળજો, નાણાભીડ તીવ્ર જણાય, મિલન-મુલાકાત.

વૃશ્ચિક રાશિ

આરોગ્ય સુધારવા તરફના પ્રયત્નો ફળશે, લાભની આશા ફળતી જણાય, મુલાકાત.

ધન રાશિ

વિવાદોથી અને દલીલોથી દૂર રહેજો, વ્યવસાયિક પ્રવૃત્તિઓ માટે પ્રગતિકારક.

મકર રાશિ

શંકા-કુશંકાઓનું નિવારણ મળતું જણાય, કાર્ય લાભની તક સર્જાય, તબિયત સાચવવી.

કુંભ રાશિ

લોભ-લાલચ, પ્રલોભનથી બચજો, પ્રવાસમાં વિલંબ જણાય, સ્નેહીથી મિલન.

મીન રાશિ

અગત્યની બાબતો અંગે સાનુકૂળતા રહે, આર્થિક સમસ્યાનો ઉકેલ મળે, પ્રવાસ ફળે.

  • Follow us on: