રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.


[[$googlead]]

જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ તમામ રાશિનું રાશિફળ.

વિક્રમ સંવત 2081. શ્રાવણ વદ ચોથ. બુધવાર, પંચક. ક્ષયતિથિ. નાગપંચમી.

[[$alsoread]]

મેષ રાશિ

મનોકામના પૂર્તિ કરવા મિત્ર વડીલની મદદ જરૂરી ગણજો, નાણાભીડ, તબિયત ચિંતા.

વૃષભ રાશિ

મહેનત અને લગનથી કામ કરવાથી ઇચ્છીત મેળવું સહેલું લાગશે, ખર્ચ રહે, વિવાદ ટાળજો.

મિથુન રાશિ

લાગણીઓના ઉભરા પર કાબુ રાખી સંયમથી ચાલશો તો સુખનો આસ્વાદ માણી શકશો.

કર્ક રાશિ

આપના મહત્ત્વના કાર્ય અંગે સાનુકૂળતા સર્જાય, કૌટુંબિક ચિંતા દૂર થાય, સ્નેહીથી મિલન.

સિંહ રાશિ

વિશ્વાસે સાહસ ખેડશો નહીં, અનુભવતું માર્ગદર્શન ઉપયોગી બને, ખર્ચનો પ્રસંગ.

કન્યા રાશિ

આર્થિક સંજોગો કઠિન હશે તો હળવા બનાવવાનો ઉપાય મળે, સ્વજનથી વિચાર ભેદ, પ્રવાસ.

તુલા રાશિ

આપના મુંઝવતા પ્રશ્નોને ઉકેલવાની દિશા મળે, મિત્ર સ્વજનની મદદ ઉપયોગી થાય.

વૃશ્ચિક રાશિ

મહત્ત્વની બાબતો અને અપેક્ષાઓ અંગે સમય ધીરજ વિલંબનો અનુભવ કરાવતો જણાય.

ધન રાશિ

આપના આદર્યા અધૂરા ન રહી જાય તે માટે વધુ વ્યવસ્થિત બનીને કામ કરવા સલાહ છે.

મકર રાશિ

અગત્યના કાર્યો અને યોજનાઓને સાકાર કરવા વધુ પ્રયત્નો અને સમય જરૂરી જણાશે.

કુંભ રાશિ

લાભદાયી સંજોગોનો યોગ્ય ઉપયોગ કરી લેજો, મનની મૂંઝવણો દૂર થતી જણાય.

મીન રાશિ

પ્રયત્નોનું મીઠું ફળ ચાખવા માટે આપે વધુ પ્રયત્નો કરવા જરૂરી અને ધીરજ ધરવી પડે.

  • Follow us on: