રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.


[[$googlead]]

જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ તમામ રાશિનું રાશિફળ.

વિક્રમ સંવત 2081 અષાઢ વદ ત્રીજને રવિવાર, પંચક 18.52થી. શનિ વક્રી

[[$alsoread]]

મેષ રાશિ

આપના સંપત્તિ કે વ્યવસાયના પ્રશ્નો ગૂંચવાતા જણાય, તબિયત જળવાય, ચિંતાનો ઉકેલ જણાય.

વૃષભ રાશિ

આપના મનની બેચેની દૂર થાય, રાહતનો શ્વાસ લઈ શકશો, અગત્યની બાબતોનો હલ મળે.

મિથુન રાશિ

મનના ઓરતાઓ અધૂરા ન રહી જાય તે માટે વડીલ કે મહત્ત્વની વ્યક્તિની મદદ ઉપયોગી.

કર્ક રાશિ

માનસિક સ્વસ્થતા જાળવજો, કૌટુંબિક કામકાજમાં સફળતા, ચિંતાના વાદળ હઠતા જણાય.

સિંહ રાશિ

ઉતાવળા નિર્ણયથી અને વાયદામાં સાવધ રહેવું, ક્લેશ વિવાદથી દૂર રહેવું.

કન્યા રાશિ

કેટલીક સારી તકો સર્જાતી જણાય, ખર્ચ, વ્યયનો પ્રસંગ, લાગણીશીલતા પર અંકુશ રાખવો.

તુલા રાશિ

આશાવાદી અને હકારાત્મક બનવાથી સફળતા મેળવી સરળ બને, ખર્ચ-ખરીદીના પ્રસંગો, પ્રવાસ.

વૃશ્ચિક રાશિ

ધાર્યા કામમાં રૂકાવટ જણાય, વધુ પ્રયત્ને કામ થતું લાગે નાણાભીડ તીવ્ર જણાય, પ્રવાસ પર્યટન.

ધન રાશિ

વિરોધીઓના હાથ હેઠા પડતાં જણાય, વ્યવસાયિક કામગીરીઓમાં અગત્યના પગલાં લઈ શકશો.

મકર રાશિ

આપના મનસુબાઓ અધૂરા રહેતાં લાગે, વિઘ્ન અને વિલંબનો અનુભવ થતો જણાય.

કુંભ રાશિ

અંગત સમસ્યાને સૂલઝાવી શકાય, વ્યવસાયિક ક્ષેત્રે ધીમી પ્રગતિ જણાય, ફળ અટકતું જણાય.

મીન રાશિ

વ્યવસાયિક યા કૌટુંબિક ગૂંચવણો ઉકેલી શકશો, પ્રિયજનથી મિલનની આશા ફળે.


  • Follow us on: