વિક્રમ સંવત 2081 શ્રાવણ વદ છઠ્ઠ. ગુરુવાર, પંચક ક. 09.05 સુધી. રાંધણ છઠ્ઠ.
રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.
જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ તમામ રાશિનું રાશિફળ.
મેષ રાશિ
આર્થિક સાહસો કરતાં પહેલાં સો વાર વિચારજો, ગૃહજીવનના કાર્ય માટે સાનુકૂળતા.
વૃષભ રાશિ
પ્રવાસ પર્યટન અંગે સાનુકૂળ દિવસ. વ્યવસાયિક ક્ષેત્રે વિલંબનો અનુભવ, વિવાદ.
મિથુન રાશિ
તમારા પ્રયત્નો ફળદાયી બનતા જણાય, કૌટુંબિક સામાજિક પ્રશ્નથી ચિંતા વર્તાય.
કર્ક રાશિ
તમારા ધાર્યા કામ યા પ્રસંગ અંગે વિઘ્ન જણાય, અલબત્ત આખરે ઇચ્છિત ફળ મેળવી શકો.
સિંહ રાશિ
લાભ મેળવવા યોગ્ય આયોજન જરૂરી સમજવુ, કૌટુંબિક બાબત અંગે સાનુકૂળતા, પ્રવાસ.
કન્યા રાશિ
પ્રતિકૂળ સંજોગોમાંથી બહાર નીકળી શકશો, આર્થિક પ્રશ્નો હલ થતા જણાય.
તુલા રાશિ
સ્વાસ્થ્યની તકેદારી લેજો, ખાન-પાન પર અંકુશ જરૂરી, સામાજિક પ્રવૃત્તિઓથી આનંદ.
વૃશ્ચિક રાશિ
આપની ચિંતાઓના વાદળ વિખેરાતા જણાય, પ્રતિકૂળતામાંથી માર્ગ મળે, ગૃહજીવનમાં સંવાદિતા.
ધન રાશિ
નિરાશાઓના અંધકારમાંથી પ્રકાશ તરફ જઈ શકશો, આપના પ્રયત્નો ફળતા જણાય.
મકર રાશિ
મૂંઝવણો કે મુશ્કેલીઓની પરવા કર્યા વિના પ્રયત્નો જારી રાખજો, લક્ષ સિદ્ધ થતું જણાશે.
કુંભ રાશિ
આપની શંકા-કુશંકાઓમાં અટવાયા વિના સકારાત્મક પ્રવૃત્તિ કરવાથી ઈષ્ટ ફળ પ્રાપ્ત થઈ શકશે.
મીન રાશિ
તમારી અગત્યની પ્રવૃત્તિઓ અને સામાજિક કાર્યો માટે સાનુકૂળતા રહેતી જણાય.









