રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.
જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ તમામ રાશિનું રાશિફળ.
વિક્રમ સંવત 2081 અષાઢ વદ ચોથ. સોમવાર,
મેષ રાશિ
આપના મહત્ત્વના કાર્ય અંગે સાનુકૂળતા સર્જાતી જોઈ શકશો, લાભ વિલંબથી મળતો લાગે.
વૃષભ રાશિ
સામાજિક પ્રશ્નો ગૂંચવાતા હશે તો ઉકેલી શકશો, પ્રયત્નો ફળદાયી બનતા જણાય.
મિથુન રાશિ
અંતરાયોને પાર કરી શકશો, શત્રુ, બીમારીથી સાવધ રહેજો.
કર્ક રાશિ
આપના વ્યવસાયિક પ્રશ્નો ગૂંચવાય, ગૃહજીવનના કામકાજમાં ધ્યાન આપજો.
સિંહ રાશિ
મહત્ત્વના કામકાજો અંગે સાનુકૂળ દિવસ, ગૃૃહજીવનમાં પ્રસન્નતા સર્જી શકશો.
કન્યા રાશિ
મૂંઝવણો વધતી જણાય, સામાજિક કાર્ય કરી શકશો, પ્રવાસ પ્રસન્ન રહે.
તુલા રાશિ
આપના વૈચારિક અને કાલ્પનિક દ્વંદો ક્ષમતા જણાય, સહાય અને સમજણથી સફળતાની દિશા મળે.
વૃશ્ચિક રાશિ
જાત મહેનત જિંદાબાદ સૂત્રને અનુસરવાથી સમય અને શક્તિનો બચાવ થતો જણાય, લાભની તક.
ધન રાશિ
નિરાશાના ઘનધોર આકાશમાં આશાની વીજ ઝબૂકતી દેખાય, આર્થિક સંજોગો સુધરવાની તક.
મકર રાશિ
અનિર્ણિત મનોસ્થિતિમાંથી બહાર આવી યોગ્ય નિર્ણય અને અમલ થવાથી વિકાસની કેડી મળશે.
કુંભ રાશિ
વધુ પડતા પરિશ્રામ અને વિચારોના કારણે તણાવ અનુભવતા હશો તો હવે સ્વસ્થતા સાંપડે.
મીન રાશિ
ધારણાઓ અને કલ્પનાઓ જેટલી મુશ્કેલી નહીં જણાય. તબિયત સાચવી શકશો, સ્વજનથી સંવાદિતા.









