રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.


[[$googlead]]

જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ તમામ રાશિનું રાશિફળ.

વિક્રમ સંવત 2081 આસો વદ આઠમ. મંગળવાર, પુષ્ય નક્ષત્ર કલાક 11.53થી શરૂ.

[[$alsoread]]

મેષ રાશિ

ગૃહજીવનમાં ચકમક ન સર્જાય તે જોજો, સંતાનની તબિયત સંભાળવી, વ્યવસાયિક બાબતે સંજોગો સુધરે.

વૃષભ રાશિ

આપના વિચારો વિધેયાત્મક બનાવીને સફળતા મેળવી શકશો, નાણાકીય બોજ અનુભવાય.

મિથુન રાશિ

આપના પ્રયત્નોનું ફળ અટકતું લાગશે, છતાં ભવિષ્યમાં તેનો લાભ જરૂર મળે.

કર્ક રાશિ

ગૃહજીવનના કામકાજો હલ કરી શકશો, ચિંતાના વાદળ વિખેરાય, લાભની આશા ફળતી લાગે.

સિંહ રાશિ

સફળ અને સાનુકૂળ દિવસ જણાય, ટેન્શન-ઉદ્વેગમાંથી મુક્તિ મળે, આપના વિઘ્નો દૂર થાય.

કન્યા રાશિ

નાની મોટી અડચણો બાદ તમારું કાર્ય થાય, ગૃહજીવનમાં વિસંવાદિતા હશે તો સંવાદિતા સર્જી શકો.

તુલા રાશિ

ઉતાવળા નિર્ણયો કે સાહસથી દૂર રહેજો, માનસિક ચિંતા દૂર થશે, આશાનું કિરણ લાવશે.

વૃશ્ચિક રાશિ

વ્યવસાયિક ક્ષેત્રે સમસ્યાનો ઉકેલ મળતો જણાય, તબિયત જળવાય, જીવનસાથીથી મતભેદ ટાળજો.

ધન રાશિ

શાંતિ અને સમજદારી-સમાધાનથી ચાલશો તો ટેન્શન દૂર થશે, ખર્ચ વધે નહીં તે જોજો.

મકર રાશિ

નોકરી-ધંધાના કે સંપત્તિના પ્રશ્નો મૂંઝવશે છતાં કોઈ અનુકૂળ રસ્તો મેળવશો. ખર્ચ અટકાવજો.

કુંભ રાશિ

લાભ કરતાં વ્યય વધારે જણાય, મહત્ત્વની તક મળે, આપના પ્રયત્નો ફળદાયી નીવડતા જણાશે.

મીન રાશિ

અવરોધોને પાર કરી શકશો, ગૃહજીવનના કામકાજ થઈ શકશે, પ્રિયજનથી મિલન, ટેન્શન દૂર થાય.


  • Follow us on: