વિક્રમ સંવત રાશિ૨૦૮૧. શ્રાવણ વદ સાતમ. શુક્રવાર, શીતળા સાતમ. સ્વાતંત્ર્ય દિન. પારસી નવું વર્ષ.


[[$googlead]]

રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.

જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ તમામ રાશિનું રાશિફળ.

[[$alsoread]]

મેષ રાશિ

આર્થિક તેમજ અંગત સમસ્યાઓનો ઉકેલ મેળવવા પ્રયત્નો સફળ થતા જણાય, મુલાકાત ફળદાયી.

વૃષભ રાશિ

તમારા વિરોધીઓનુી કારી ચાલે નહીં, તમારા પ્રશ્નો હલ કરવાનો માર્ગ ઉઘડે, પ્રવાસ ફળદાયી રહે.

મિથુન રાશિ

આદર્યા અધૂરાં ન રહી જાય તે માટે પ્રયત્નો વધારવા પડશે અને અગત્યની પ્રવૃત્તિ આગળ ધપાવજો.

કર્ક રાશિ

પ્રતિકૂળ સંજોગો દૂર થતા લાગે, આપના કૌટુંબિક વ્યવસાયિક કાર્ય અંગે વિઘ્ન દૂર થતા જણાય.

સિંહ રાશિ

મનોવ્યથા કે ટેન્શન લેવાથી આરોગ્ય પર અસર થતી જોવાશે, આવક કરતાં ખર્ચ વધી ન જાય તે જોજો.

કન્યા રાશિ

આપના પ્રયત્નોનું મીઠું ફળ વિલંબથી આપને મળે, ધીરજ ગુમાવશો નહીં, સ્નેહીથી મિલન.

તુલા રાશિ

પરિસ્થિતિ વિકટ ન બની જાય તે માટે સંયમ ધીરજ જરૂરી બને, આર્થિક પ્રશ્ન સતાવતો લાગે.

વૃશ્ચિક રાશિ

કાર્ય સફળતાની તક આવી મળે અને સામાજિક પ્રશ્ન હલ કરી લેજો, નવીન સમાચાર.

ધન રાશિ

મહત્ત્વની મુલાકાત કામગીરી ફળતી જણાય, વિયોગ, મિલનમાં પરિણમે, પ્રવાસ.

મકર રાશિ

વધુ પ્રયત્નો કરવાથી કાર્ય સફળતા મળતી લાગે, નાણાકીય કામમાં વિલંબ, સ્નેહીથી મિલન.

કુંભ રાશિ

કાર્ય સફળતાની આશા અધૂરી રહેતી લાગે, કેટલાક શત્રુઓ વિઘ્ન સર્જતા લાગે, આખરે વિજય.

મીન રાશિ

માનસિક સ્વસ્થતાને જાળવી શકશો, લાભની આશા વિલંબથી ફળતી લાગે, પ્રયત્નો ફળે.

  • Follow us on: