રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.
જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ તમામ રાશિનું રાશિફળ.
વિક્રમ સંવત 2081 અષાઢ વદ પાંચમ. મંગળવાર, પંચક. નાગપંચમી- બંગાલ
મેષ રાશિ
સમયનો સાથ મેળવી શકશો અને આપના મનની મુરાદોને બર લાવવા પ્રયત્નો ચાલુ કરી દેજો.
વૃષભ રાશિ
આપના પ્રયત્નો ફળદાયી બનતા જણાય, ખર્ચ-ખરીદી પર અંકુશ રાખજો, તબિયત સુધરતી જણાય.
મિથુન રાશિ
સ્વજનોથી મતભેદો ટાળીને તમે સંવાદિતા સર્જી શકશો, લાભ કરતાં વ્યય વધવાનોે સંભવ.
કર્ક રાશિ
આપની માનસિક સ્વસ્થતાને ટકાવી લેજો, પ્રતિકૂળતામાંથી બહાર આવી શકશો, ખર્ચનો પ્રસંગ.
સિંહ રાશિ
આપના મહત્ત્વના કામકાજ અંગે કોઈની મદદ આવી મળે, સંબંધો ઉપયોગી બને, નાણાભીડ.
કન્યા રાશિ
સમય વર્તે સાવધાન એ ઉક્તિને અનુસરવાથી કષ્ટ અટકે, બીમારીને દૂર રાખી શકશો.
તુલા રાશિ
આપની ધીરજની કસોટી થતી લાગે, પ્રયત્નો ફળદાયી બને, સ્નેહી સ્વજનથી મિલન-સહકાર.
વૃશ્ચિક રાશિ
આપના પ્રચંડ પુરુષાર્થ વડે દીવાલને ભેદવાની શક્તિ જણાય પણ સંયમ જરૂરી સમજવો.
ધન રાશિ
આપની અંતઃકરણની લાગણી દુભાતી લાગે, પોતાના પારકાં ન બની જાય તે જોજો.
મકર રાશિ
આપના હકારાત્મક વિચારો મહત્ત્વની દિશા તરફ દોરી જતાં લાગે, ફતેહનો માર્ગ મળે.
કુંભ રાશિ
સામાજિક અને ધંધાકીય કામગીરી અંગે આપને કોઈ સાનુકૂળ તક આવી મળે.
મીન રાશિ
સમજદારી અને સમાધાનવૃત્તિ આપની કાર્યસફળતા માટે નિમિત્ત બની શકશે, આપના સ્વજનોનો સંગ રહે.









