રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.
જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ તમામ રાશિનું રાશિફળ
વિક્રમ સંવત 2082. કારતક વદ એકાદશી. શનિવાર, ઉત્પત્તિ એકાદશી.
મેષ રાશિ
આપની આર્થિક બાબતો અંગે સમય મુશ્કેલ હશે તો હવે કોઈ ઉકેલની તક સર્જાય.
વૃષભ રાશિ
આપની મનોવ્યથા અને તણાવમાંથી બહાર નીકળવા પ્રવૃત્તિશીલ બનજો અને ઇશ્વર પર શ્રાદ્ધા રાખજો.
મિથુન રાશિ
વ્યવસાયિક અને સાંસારિક સમસ્યાઓ અંગે તણાવ જણાય, ખર્ચ-ખરીદી વધે નહીં તે જોજો.
કર્ક રાશિ
મૂંઝવણો દૂર કરવા મિત્રો-સ્નેહીની મદદ જરૂરી બને, નાણાભીડ અનુભવાય.
સિંહ રાશિ
આપના નોકરી ધંધાની બાબતો અંગે ટેન્શન હશે તો દૂર થવાના સંકેત જોવાય, લાભ વિલંબમાં.
કન્યા રાશિ
વધુ પડતા આશાવાદી ન રહેતા વાસ્તવવાદી બનજો, ગૃહજીવનમાં અશાંતિ સર્જાય નહીં તે જોજો.
તુલા રાશિ
નસીબના આધારે આર્થિક ડગ ન ભરવા સલાહ છે. ગૃહવિવાદ ટાળજો, કાર્યબોજ જણાય.
વૃશ્ચિક રાશિ
સાંસારિક કામકાજો અંગે નાણાકીય બાબતોને હાથ ધરી શકશો, માનસિક સ્વસ્થતા રહે.
ધન રાશિ
તર્ક-વિતર્ક શંકા-કુશંકા છોડવાથી શાંતિ રાહત જણાય, પ્રવૃત્તિ માટે સંજોગો અને નાણાભીડ વર્તાય.
મકર રાશિ
સમયના સંકેતોને પારખી આગળ વધવાથી સફળતા જણાશે, કૌટુંબિક બાબત હલ થઈ શકશે.
કુંભ રાશિ
મનના ઓરતા અધૂરા ન રહી જાય તે માટે સચેત રહી કાર્યનું આયોજન કરવું પડે.
મીન રાશિ
અગત્યની કામગીરીઓનો બોજ વધતો જણાય, ખર્ચ-ખરીદી વધવા ન દેશો, ગૃહક્લેશ અટકાવજો.









