રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.
જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ તમામ રાશિનું રાશિફળ.
વિક્રમ સંવત 2081. શ્રાવણ વદ આઠમ. શનિવાર, જન્માષ્ટમી. સૂર્ય મઘા-સિંહમાં.
મેષ રાશિ
લાગણીઓને કે અહમ્ને બહુ મહત્ત્વ આપશો તો કેવળ દુખ જ મળશે, પ્રવાસ મજાનો નિવડે.
વૃષભ રાશિ
કાર્ય સફળતા અને લાભ મેળવવા માટે તમારે વધુ ધીરજ રાખી પરિશ્રામ કરવો પડશે, સ્નેહીથી સમાધાન.
મિથુન રાશિ
મનની મુરાદો મનમાં રહેતી લાગે, અલબત્ત પુરુષાર્થ ચાલુ રાખશો તો આગળ જતાં જરૂર મુરાદ ફળે.
કર્ક રાશિ
વ્યવસાય યા અન્ય બાબતો અંગે કોઈ મદદ ઉપયોગી અને ફળદાયી નીવડશે, સ્વજનથી સંવાદિતા સર્જાય.
સિંહ રાશિ
આપની આર્થિક સ્થિતિને સમતોલ રાખવા તમારે ખર્ચા પર કાબુ રાખવો પડે, આરોગ્ય જાળવી શકશો.
કન્યા રાશિ
ખોટા સાહસ અને અજાણ્યા પરનો આંધળો વિશ્વાસ નુકસાનકારક બની શકે, નાણાકીય કાર્ય સફળ થાય.
તુલા રાશિ
વિકટ પરિસ્થિતિ કે કઠિન માર્ગથી ગભરાશો નહીં, પ્રયત્નો સરળતા સર્જી આપે, સ્નેહીનો સહકાર.
વૃશ્ચિક રાશિ
લાભ કરતા વ્યય વધી ન જાય તે જોજો, આપના શત્રુઓથી સાવધ રહેવું ઉતાવળા ન બનવું.
ધન રાશિ
વિકાસના પથ પર ડગ ભરવામાં ધીરજ જરૂરી, સામાજિક કાર્ય બને, નાણાભીડ દૂર થાય.
મકર રાશિ
કુટુંબીજનોની કે મિત્રની મદદ થી રાહત જણાય, આર્થિક સમસ્યા હલ થાય, પ્રવાસ મજાનો નિવડે.
કુંભ રાશિ
અંતઃકરણની વેદના દૂર થાય, અગત્યના પ્રશ્નોને હલ કરવાની તક મળે, સ્વજનથી સહકાર.
મીન રાશિ
ધાર્યું ફળ વિલંબમાં પડતું લાગે, ગૃહકલેશ નિવારજો, પ્રવાસ ફળે, ખર્ચ વધતો લાગે.









