રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.


[[$googlead]]

જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ તમામ રાશિનું રાશિફળ.

વિક્રમ સંવત 2081. શ્રાવણ વદ નવમી. રવિવાર, નંદ મહોત્સવ. આદિત્યપૂજન.

[[$alsoread]]

મેષ રાશિ

આવક કરતાં ખર્ચ રોકાણ વધી ન જાય તે જોજો, ઉતાવળા નિર્ણય નુકસાન કરાવી શકે.

વૃષભ રાશિ

ધીરજ અને સંયમના ગુણ કામ લાગે, નિરાશા દૂર થતી જણાય, ઘરના કામકાજ અંગે સાનુકૂળતા.

મિથુન રાશિ

પ્રવાસ પર્યટન મનોરંજન અંગે સમય સાનુકૂળ જણાય, લાભની તક સરી ન પડે તે જોજો.

કર્ક રાશિ

તબિયતની કાળજી લેજો, ઘરના પ્રશ્નો હલ કરી શકશો, પ્રવાસની તક સર્જાય, નાણાકીય જોગવાઈ કરી શકો.

સિંહ રાશિ

મહત્ત્વની કામગીરીઓ આડે જણાતા વિઘ્નો દૂર કરી શકશો, સ્વમાન ઘવાય નહીં તે જોજો.

કન્યા રાશિ

પ્રતિકૂળતાના કારણે માનસિક તણાવ હશે તો દૂર થાય, આવકનો ઉૅપાય મળે, ગેરસમજો અટકાવી લેજો.

તુલા રાશિ

અંગત મૂંઝવણ અને બેચેનીમાંથી બહાર આવવા પ્રવૃત્તિશીલ અને હકારાત્મક બનશો, પ્રવાસ વિલંબથી ફળે.

વૃશ્ચિક રાશિ

આરોગ્યની કાળજી લેજો, વધુ પડતાં ખર્ચા કરજનો ભાર વધારી શકે તે ન ભૂલશો, સ્વજનથી ચકમક.

ધન રાશિ

માનસિક તણાવ વધી ન જાય તે માટે ઇત્તર પ્રવૃત્તિ જરૂરી માનજો, ગૃહજીવન કે અન્ય કાર્યો અંગે સુધારો જણાય.

મકર રાશિ

વિશ્વાસે ચાલવાથી હાનિ કે ચિંતા વધી શકે તેમ સમજી ને ચાલજો, ખર્ચ પર કાબુ રાખજો, કાર્યભાર રહે.

કુંભ રાશિ

ઈચ્છિત ફળ વિલંબમાં પડતું જણાય, અલબત્ત સંજોગો સાનુકૂળ બનતા જોઈ શકશો, સ્વજનથી સંવાદિતા.

મીન રાશિ

મનની મુરાદ મનમાં રહી ન જાય તે માટે તમારે પુરુષાર્થ અને અભિવ્યક્તની જરૂર પડે. પ્રવાસ મજાનો.


  • Follow us on: