વિક્રમ સંવત 2081 અષાઢ વદ સાતમ ગુરુવાર પંચક ક.27.38 સુધી. કાલાષ્ટમી.
રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.
જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ તમામ રાશિનું રાશિફળ.
મેષ રાશિ
આપના મનની મુરાદોને બર લાવવા અમને કેવળ લક્ષવેધી બનવું પડશે, ધીરજના ફળ મીઠાં સમજવા.
વૃષભ રાશિ
આપના જેટલા હકારાત્મક અને આશાવાદી રહી કાર્ય કરશો તેટલું ફળ મળવાની તક વધુ રહેશે.
મિથુન રાશિ
વધુ પડતા થાકી જવાય કે બીમાર પડી જવાય તેવી વ્યસ્તતા પર અંકુશ જરૂરી માનજો.
કર્ક રાશિ
આપની વ્યવસાયિક અને કૌટુંબિક બાબતો અંગે હવે કેટલાક સાનુકૂળ સંજોગની આશા રાખી શકશો.
સિંહ રાશિ
ઉતાવળા અને અવિચારી સાહસથી લાભ કે સફળતા મેળવવાના પ્રયત્નો ન કરવા સલાહ છે.
કન્યા રાશિ
માનસિક મૂંઝવણો યા કોઈ અજંપો અનુભવતા હશો તો હવે રાહતના એંધાણ મળતા જણાશે.
તુલા રાશિ
નસીબનો સાથ લઈને આપ વિધેયાત્મક પગલાં ભરશો તો સફળતા દૂર નહીં લાગે.
વૃશ્ચિક રાશિ
આપની સફળતા નિષ્ફળતાનો આધાર આપની કાર્યદક્ષતા અને સંકલ્પશક્તિ પર જણાશે.
ધન રાશિ
નકારાત્મક વિચારોને મનમાંથી હટાવી દેશો તો જીવન અર્થસાભર જણાય.
મકર રાશિ
ચોપાસ જણાતી મુશ્કેલી અને પ્રતિકૂળતામાંથી બહાર નીકળવા કેવળ 'આપ' જ મદદરૂપ થશો.
કુંભ રાશિ
સુધરવાના કે કોઈને સુધારવાના પ્રયત્નો છોડીને જો કેવળ લક્ષ જોશો તો સુખ વધુ.
મીન રાશિ
મહત્ત્વકાંક્ષા કે અપેક્ષાઓના ઘોડાઓને લગામમાં રાખી કેવળ આદાનપ્રદાનનો સિદ્ધાંત ફળતો જણાય.









