રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.


[[$googlead]]

જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ તમામ રાશિનું રાશિફળ.

વિક્રમ સંવત 2081. શ્રાવણ વદ દસમ. સોમવાર, ચોથો સોમવાર. શિવપૂજા જવથી.

[[$alsoread]]

મેષ રાશિ

અવરોધ કે મુશ્કેલીના સંજોગોમાંથી બહાર નીકળી શકશો, પ્રિયજનથી સંવાદિતા, ખર્ચ અટકાવજો.

વૃષભ રાશિ

તણાવગ્રસ્ત અને વ્યગ્ર હશો તો હવે રાહતનો શ્વાસ લઈ શકશો, સુઘરતા સંજોગો જણાય.

મિથુન રાશિ

કુદરતી મહેરનો લાભ મળતો લાગે, વિવાદોને સમાવી શકશો, આશા ફળતી લાગે.

કર્ક રાશિ

આપની અંગત ચિંતાઓના વાદળ વિખેરાતા લાગે, પ્રતિકૂળતા દૂર થાય, આર્થિક પ્રશ્નનો ઉકેલ મળે.

સિંહ રાશિ

મનોવ્યથાનો અનુભવ વધુ ન સહેવો પડે, મિત્રની મદદ ઉપયોગી બને, નાણાભીડ જણાય.

કન્યા રાશિ

ધ્યાન અને એકાગ્રતા દ્વારા લક્ષ પ્રાપ્તિ સરળ બનશે, ચિંતા હળવી બને, ખર્ચનો પ્રસંગ.

તુલા રાશિ

લાંબા સમયથી અટકેલાં કામકાજને આગળ ધપાવી શકસો, મિત્ર સંબંધી ઉપયોગી બને.

વૃશ્ચિક રાશિ

આર્થિક ગૂંચવણ વધતી જણાય, કૌટુંબિક ક્ષેત્રે સંજોગ સુધરતા લાગે, અગત્યનું કામ પતતું જણાય.

ધન રાશિ

મનોરથોને સાકાર કરવા તમારે જાત પર આધાર રાખવો પડે, અભિમાન ઉતરતું જણાય.

મકર રાશિ

લાભની આશા ફળદાયી બનતી જણાય. તમારા વિરોધી ફાવે નહીં, લાગણી દુભાતી જણાય.

કુંભ રાશિ

વિયોગ વિવાદથી દુઃખી હશો તો દૂર થઈ પ્રસન્નતાનો અનુભવ, પ્રવાસ ફળે.

મીન રાશિ

નાણાકીય સમસ્યા મૂંઝવતી લાગે, ગૃહજીવનના કામકાજ અંગે સુધારાજનક સંજોગ, તબિયત સાચવવી પડે.

  • Follow us on: