વિક્રમ સંવત 2081 અષાઢ વદ આઠમ શુક્રવાર, બુધ વક્રી.

[[$googlead]]

રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.

જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ તમામ રાશિનું રાશિફળ.

[[$alsoread]]

મેષ રાશિ

ઉતાવળા નિર્ણય ટાળવા સલાહ હશે પ્રયત્નો અને મહેનત રંગ લાવતી જણાય, સામાજિક કાર્ય થઈ શકે.

વૃષભ રાશિ

સમયની કિંમત સમજીને આપ પ્રયત્નશીલ બનશો તો સફળતાના દ્વાર ખૂલતા જણાય.

મિથુન રાશિ

માનસિક સ્વસ્થતા કેળવી લેજો, આવેશને કાબુમાં રાખવા સલાહ, નાણાભીડ અનુભવાતી લાગે.

કર્ક રાશિ

કાર્યબોજ અને વ્યસ્તતા વધતી લાગે, આપના કામને ક્રમવાર ગોઠવી રાહત મેળવી શકશો.

સિંહ રાશિ

ધીમે ધીમે આગળ વધીને કાર્ય સફળતાનો માર્ગ કંડારી શકશો, ગૃહજીવનમાં સંવાદિતા જાળવજો.

કન્યા રાશિ

માનસિક અને ભાવનાત્મક સમતોલન જાળવજો, ફળ દૂર ઠેલાતું જણાય, પ્રવાસની યોજના.

તુલા રાશિ

મૂંઝવણનો ઉકેલ ત્વરીત ન આવે તો ય પ્રયત્નો ચાલુ રાખજો, લાંબા ગાળે જરૂર ઉકેલ મળે.

વૃશ્ચિક રાશિ

મહત્ત્વી કામગીરીઓ અંગે અંતરાય જણાય, કૌટુંબિક સમસ્યાનો અનુભવ ક્ષણિક રહે, પ્રવાસની તક.

ધન રાશિ

આપના પ્રયત્નોનું મીઠું ફળ ચાખી શકશો, ઉતાવળા ન થવા સલાહ, તબિયત અંગેની ચિંતા દૂર થાય.

મકર રાશિ

અગત્યના પ્રશ્નોનો ઉકેલ મળતો જણાય, તત્કાલ લાભ લેવા ન જશો, મિત્ર વર્તુળ ઉપયોગી બને.

કુંભ રાશિ

ધાર્યા કામમાં વિલંબ છતાં લાભની આશા રહે, ગૃહવિવાદ ટાળજો, ખર્ચ રહે.

મીન રાશિ

આપના મૂંઝવતા પ્રશ્નો હલ કરવાના પ્રિયજનથી મદદ રહે, નાણાભીડનો અનુભવ, આરોગ્ય જળવાય.


  • Follow us on: