રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.
જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ તમામ રાશિનું રાશિફળ
વિક્રમ સંવત 2082 કારતક વદ તેરસ. મંગળવાર, શિવરાત્રી. જ્ઞાનેશ્વર મહારાજ પુણ્યતિથિ.
મેષ રાશિ
અશાંતિ-ચિંતાનો ભાર જણાશે, ખોટા ખર્ચા વધતા લાગે, ધંધા નોકરીમાં અવરોધ.
વૃષભ રાશિ
કૌટુંબિક સંજોગો સુધરશે, કાર્ય સફળ બને, પ્રવાસ-મિલન-મુલાકાત.
મિથુન રાશિ
તબિયતની કાળજી લેવી, ખર્ચ વ્યય વધે, નાણાભીડ અનુભવાય.
કર્ક રાશિ
નોકરી-વ્યવસાયને લગતા કાર્ય થાય, આવક ધાર્યા મુજબ ન થઈ શકે.
સિંહ રાશિ
માનસિક તાણ હળવું બને, આપના નાણાકીય સંજોગોમાંથી મુશ્કેલી દૂર થાય.
કન્યા રાશિ
શાંતિની કામના દૂર ઠેલાય, વ્યવસાયિક કામમાં વિલંબ વધે, ખર્ચ-વ્યય જણાય.
તુલા રાશિ
ચિંતા ભય, દૂર થાય, પ્રવાસ થાય, નોકરી-ધંધામાં પ્રગતિની તક.
વૃશ્ચિક રાશિ
આપના પ્રયત્નો ફળે, સ્નેહીથી મિલન, લાભ દૂર લાગે, તબિયત સુધરે.
ધન રાશિ
આપની મનની નિરાશા દૂર થાય, કૌટુંબિક કાર્ય થાય, ખર્ચનો પ્રસંગ.
મકર રાશિ
મનની મુરાદ બર લાવી શકે, અગત્યનું કામ થતું જણાય, વ્યય વધે.
કુંભ રાશિ
અંગત મૂંઝવણ જણાય, આરોગ્ય સાચવવું, કામકાજમાં વિલંબ જણાય.
મીન રાશિ
સામાજિક કાર્ય થાય, ઓફિસ-ધંધાની તક વધે, આરોગ્ય ચિંતાનો ઉકેલ મળે.









