રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.
જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ તમામ રાશિનું રાશિફળ.
વિક્રમ સંવત 2081 શ્રાવણ વદ એકાદશી. મંગળવાર અજા એકાદશી. બુધ પરમ ઇનાંતર
મેષ રાશિ
ધાર્યા કામમાં અવરોધ કે વિલંહ જણાય,કૌટુબિક ક્ષેત્રે સંવાદિતા, સાનુકૂળ સંજોગ જણાય.
વૃષભ રાશિ
લાભની અપેક્ષા અધૂરી રહેતી લાગે, ખોટા ખર્ચને ટાળજો, ગૃહજીવનમાં આનંદ.
મિથુન રાશિ
આળસ અને પંદતાને ખંખેરી નાખજો, દિવસનો ઉપયોગ રચનાત્મક રીતે કરી લેજો.
કર્ક રાશિ
માનસિક તણાવ કે અજંપાની લાગણી દૂર થતી અનુભવાય, નવીન તક આવી મળે.
સિંહ રાશિ
હિંમત અને દૃઢતાના ગુણો વડે તમે મુશ્કેલી પદ વિજય મેળવી શકશો, ફતેહ મેળવવા જાગૃત રહેજો.
કન્યા રાશિ
આપની કૌટુંબિક અને ગૃહજીવનની કામગીરીઓને આગળ ધપાવી શકશો, વ્યયકારક પ્રસંગ.
તુલા રાશિ
વિશ્વાસે ચાલવા કરતા જાત પર વિશ્વાસ રાખવાથી નુકસાન અટકે, સ્નેહીથી મિલન, કાર્ય રચના.
વૃશ્ચિક રાશિ
મનુષ્ય અને ઇશ્વરેચ્છા એ ઉક્તિ સાચી પડતી જણાય, આર્થિક પ્રશ્નોને હલ કરવા ધીરજની કસોટી.
ધન રાશિ
અગત્યના કામકાજો માટે સમય સુધરે અને ઈચ્છિત ફળ મળતું જણાય, મુલાકાત ઉપયોગી થાય.
મકર રાશિ
ગૃહજીવનના કામકાજો અંગે કેટલીક સમસ્યા જણાય, વ્યવસાયિક પ્રગતિની તક સર્જાય.
કુંભ રાશિ
વિવાદના પ્રસંગોને અટકાવજો, ઉતાવળા સો બહાવરા તે કહેવત ન ભૂલશો, સ્વજનથી સહકાર.
મીન રાશિ
શાંતિ અને સંયમ કેળવવાની સલાહ છે. નહીંતર તબિયતની ચિંતા સર્જાઈ શકે, નાણાભીડનો ઉકેલ મળે.









