રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.
જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ તમામ રાશિનું રાશિફળ.
વિક્રમ સંવત 2081. અષાઢ વદ નવમી. શનિવાર, સૂર્ય પુષ્ય નક્ષત્રમાં-વાહન મોર.
મેષ રાશિ
સામા પવનને ચાલતા હો તેવું લાગે, લોભ લાલચમાં પડવાથી નુકસાનનો પ્રસંગ ન આવે તે જોજો.
વૃષભ રાશિ
માનસિક મૂંઝવણ અને વ્યથાના સંજોગો દૂર થતાં જણાય, આવક કરતાં જાવક નાણાભીડ સર્જી શકે.
મિથુન રાશિ
તમારા અગત્યના કામકાજો અને આર્થિક વ્યવહારોને વ્યવસ્થિત કરી લેજો, પ્રવાસમાં વિલંબથી સફળતા.
કર્ક રાશિ
આપની કામગીરીઓે સફળ બની લાભદાયી થતી જણાય, સ્વજન-મિત્રનો સાથ સહકાર ઉપયોગી બને.
સિંહ રાશિ
ખોટી ખરીદીઓ ખર્ચા પર કાબુ રાખજો, નહીંતર કરજનો ભાર વધે, પ્રિયજન સાથેનો મતભેદનો પ્રસંગ.
કન્યા રાશિ
ધીરે ધીરે સંજોગો સાનુકૂળ થતાં જણાય સમસ્યાનો ઉકેલ સાંપડતા તણાવ ઘટે, પ્રવાસનું વિઘ્ન જણાય.
તુલા રાશિ
મગજ નરમ બને, પગ ગરમ રાખીને લાભ અને શાંતિ મેળવી શકશો, વ્યથા દૂર થાય. પ્રગતિકારક.
વૃશ્ચિક રાશિ
બોલીને દુશ્મન ન બને તે જોજો, સંયમ જરૂરી કાર્ય લાભ વિલંબમાં પડતો લાગે, મિલન-મુલાકાત.
ધન રાશિ
સંજોગો સામે વધુ જોર આપવું પડે, અલ્પલાભ જણાય, પ્રવાસ મજાનો.
મકર રાશિ
આપના અગત્યના કાર્ય અંગે જણાતી મુશ્કેલીમાંથી બહાર આવી શકશો, ખર્ચ વ્યય.
કુંભ રાશિ
વધુ પડતો આત્મવિશ્વાસ અને આવક પરનો ભરોસો ભૂલ કરાવે નહીં તે જોજો, સ્નેહીથી સંવાદિતા.
મીન રાશિ
આપની સમાધાનવૃત્તિ દ્વારા કામ કઢાવી શકશો, કાર્ય લાભની તક, સાનુકૂળ સંજોગ.









