રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.
જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ તમામ રાશિનું રાશિફળ.
વિક્રમ સંવત 2081 આસો વદ તેરસને રવિવાર, શિવરાત્રિ. કાળી ચૌદસ. ચંદ્ર શુક્રની યુતિ.
મેષ રાશિ
અંતઃકરણમાં અજંપો અનુભવાય, કાર્ય લાભ વિલંબિત લાગે, વિવાદથી દૂર રહેજો.
વૃષભ રાશિ
આપના મનની મૂંઝવણ દૂર થતી જણાય, આશાસ્પદ સંજોગ જણાય, મુલાકાત ફળે.
મિથુન રાશિ
આરોગ્ય જળવાતું લાગે, અકસ્માતથી સંભાળવું. જાવક વધતી લાગે, પ્રગતિની તક.
કર્ક રાશિ
ધીમે ધીમે પ્રગતિનો અહેસાસ મહેનતનું ફળ મળે, સ્નેહીનો સહકાર મળે, વ્યવસાયિક કાર્ય સફળ થાય.
સિંહ રાશિ
આપના પ્રયત્નોનું મીઠું ફળ ચાખી શકશો, સામાજિક પ્રસંગ, ચિંતા દૂર થાય, સ્નેહીથી મિલન.
કન્યા રાશિ
ચિંતા-અશાંતિના વાદળ વિખેરાય, પરિસ્થિતિ સુધરતી જણાય, તબિયત સચવાય.
તુલા રાશિ
કૌટુંબિક પ્રશ્ન હલ કરી શકશો, નોકરી-ધંધામાં તણાવ દૂર થાય, પ્રવાસની તક મળે તે ઝડપી લેજો.
વૃશ્ચિક રાશિ
સમસ્યા હોય તો દૂર થાય, આર્થિક પ્રશ્ન હલ થાય, પ્રવાસ ફળે, મહત્ત્વની મુલાકાત સફળ થાય.
ધન રાશિ
આપના મનના ઓરતા અધૂરા જણાય, વ્યવસાયિક પ્રશ્ન હલ કરી શકો. વિલંબ, વિઘ્નનો પ્રસંગ દૂર થાય.
મકર રાશિ
આપના પ્રયત્નો સફળ બનતા જણાય, લાભની તક ઝડપી લેજો, કૌટુંબિક બાબતથી આનંદ.
કુંભ રાશિ
સામાજિક વ્યવસાયિક કામગીરી અંગે સાનુકૂળતા જણાય, સ્વજનથી સહકાર. સંપત્તિના કામમાં ગૂંચ.
મીન રાશિ
મુશ્કેલીને પાર કરી શકશો, ખર્ચ વ્યયના પ્રસંગ, સામાજિક કાર્ય થઈ શકે, મિત્રો-ભાગીદારીથી મતભેદ.









