રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.


[[$googlead]]

જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ તમામ રાશિનું રાશિફળ.

વિક્રમ સંવત 2081 શ્રાવણ વદ બારસને બુધવાર, પ્રદોષ. પર્યુષણ શરૂ- ચતુર્થી પક્ષ.

[[$alsoread]]

મેષ રાશિ

મહત્ત્વની બાબત ગૂંચવાયેલી હોય તો ઉકેલ મળતો જણાય, સ્વજન ઉપયોગી બને, ખર્ચ વધે.

વૃષભ રાશિ

આવક સામે ખર્ચા અને વ્યયના પ્રસંગો વધતા જણાય, ગૃહજીવનમાં ગેરસમજ નિવારજો.

મિથુન રાશિ

કાર્ય સફળતાની તક આવી મળે, સામાજિક કાર્ય થઈ શકે, પ્રવાસ સફળ બને.

કર્ક રાશિ

વ્યવસાયના ક્ષેત્રે જણાતી મુશ્કેલીઓ દૂર થતી લાગે, અગત્યના કામમાં પ્રગતિ સ્વજનથી ચકમક ન થાય તે જોજો.

સિંહ રાશિ

માનસિક તણાવ ઓચિંતો દૂર થતો લાગે, નાણાભીડનો ઉકેલ મળે, સ્નેહીથી સહકાર.

કન્યા રાશિ

મૂંઝવણથી ઘેરાયેલા હશો તો હવે રાહત જણાય, કૌટુંબિક કાર્ય અંગે સાનુકૂળતા, તબિયત નરમ જણાય.

તુલા રાશિ

સામાજિક કામકાજ અંગે સાનુકૂળ દિવસ, નાણાકીય સમસ્યા જણાય, વિવાદ ટાળજો.

વૃશ્ચિક રાશિ

લાભ કરતાં વ્યયનો અનુભવ થતો લાગે, તમારી ચિંતાઓનો ઉકેલ મળે, સ્વજનની સહાય સાંપડે.

ધન રાશિ

આદર્યા કામ અધૂરા ન રહી જાય તે માટે મક્કમ રહેવું પડે, ગૃહજીવનની બાબતો પર ધ્યાન આપવું પડે.

મકર રાશિ

લાભ કોઈ અટકાવે નહીં તે જોજો, લક્ષ પર નજર હશે તો કામયામ્બી આવી મળે.

કુંભ રાશિ

સ્વજનોથી ગેરસમજ ન સર્જાય તે જોજો, નાણાકીય કામકાજ અંગે પ્રગતિ અટકતી લાગે.

મીન રાશિ

નિરાશાને ખંખેરી રાખી પુરુષાર્થ કરવાથી સફળતા આવી મળે, નાણાભીડ.

  • Follow us on: