વિક્રમ સંવત 2081 અષાઢ વદ દસમ. રવિવાર, ચંદ્ર પૃથ્વીથી અતિ નજીક


[[$googlead]]

રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.

જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ તમામ રાશિનું રાશિફળ.

[[$alsoread]]

મેષ રાશિ

તર્ક વિતર્ક શંકા-કુશંકાના ઘેરાયેલા વાદળોમાંથી બહાર આવી શકશો, નાણાભીડ સ્વજન-મિત્ર ઉપયોગી બને.

વૃષભ રાશિ

આપના હાથ ધરેલાં કાર્યોને આગળ ધપાવી લેજો, ઇષ્ટ ફળ આવી મળે, કુટુંબી મિત્ર વર્ગ અંગે સાનુકૂળતા.

મિથુન રાશિ

દેવા કરજ ઉધારીથી દૂર રહી ચાલશો તો તણાવ મુક્ત રહી શકશો, શત્રુની કારી ચાલે નહીં.

કર્ક રાશિ

લાગણીઓ અને ઈચ્છાઓના ઘોડાઓને લગામમાં રાખજો, નાણાભીડ, પ્રવાસ- સફળતા.

સિંહ રાશિ

માનસિક તંગદીલી અને દબાણ વધી ન જાય તે માટે વ્યસ્ત રહી સમાધાનકારી બનો, વિવાદ ટાળજો.

કન્યા રાશિ

અણગમતી પરિસ્થિતિ અને પ્રતિકૂળતામાંથી બહાર અવાતું લાગે, પ્રયત્નો સફળ બને.

તુલા રાશિ

આપના ઘરના કે બહારના પ્રશ્નો ઉકેલવા તરફ ધ્યાન આપશો તો સમય જરૂર સાથ આપતો જણાય.

વૃશ્ચિક રાશિ

અગત્યની પ્રવૃત્તિઓ ફળદાયી બને, મૂંઝવણમાંથી માર્ગ મળે, ખર્ચ વધવા ન દેશો.

ધન રાશિ

આપના સામાજિક અને વ્યવસાયિક ક્ષેત્રે રૂકાવટો કે વિલંબ જોવો પડે, નાણાભીડ દૂર થાય.

મકર રાશિ

આપના પ્રયત્નોનું મીઠું ફળ ચાખી શકશો, અગત્યની તક ઉપયોગી બને, પ્રવાસ, સ્નેહીનો સહકાર.

કુંભ રાશિ

આરોગ્યની કાળજી લેજો, આર્થિક સમસ્યાને ઉકેલવાનો ઉપાય મળે, સ્નેહી મિત્રની મદદ.

મીન રાશિ

નિરાશાને ખંખેરી નાંખીને ધ્યેય તરફ નજર રાખી પુરુષાર્થ કરવાથી સફળતા આવી મળે.

  • Follow us on: