રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.


[[$googlead]]

જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ તમામ રાશિનું રાશિફળ.

વિક્રમ સંવત 2081. શ્રાવણ વદ તેરસને ગુરુવાર શિવરાત્રી. પર્યુષણ શરૂ

[[$alsoread]]

મેષ રાશિ

સાનુકૂળતાની તકને ઝડપી લઈ તમારા ઓરતા પૂરા કરી શકશો. પ્રેમના પુષ્પ ખીલતા જણાય.

વૃષભ રાશિ

મનોવેદનાના કડવા ઘૂંટ પીવા કરતાં અપેક્ષાઓ ઘટાડવી સારી, સાનુકૂળ સંજોગ માટે ધીરજ જરૂરી.

મિથુન રાશિ

પ્રયત્નો ફળદાયી બનતા જણાય, ગૃહજીવન કે સામાજિક બાબત હલ થઈ શકે, પ્રવાસ મજાનો.

કર્ક રાશિ

લાગણીઓ ઘવાતી લાગે, કલ્પનાની પાંખે ઊડવાનું છોડશો તો સાર્થક્તા જણાય, નાણાભીડ.

સિંહ રાશિ

અંતરાયોને પાર કરી તમે ધ્યેય તરફ આગળ વધી શકશો, સ્વજનથી સહકાર, આરોગ્ય જળવાય.

કન્યા રાશિ

માનસિક મૂંઝવણનો ઉકેલ સાંપડતો જણાય, ઉપાધી ટળે યા આવી શકે, સ્નેહીથી મનમેળ.

તુલા રાશિ

માનસિક તણાવ, વ્યથા દૂર થતા જણાય, નાણાભીડનો ઉપાય મળે, કૌટુંબિક કાર્ય અંગે સાનુકૂળતા.

વૃશ્ચિક રાશિ

વિધેયાત્મક વલણ ઉપયોગી નીવડતું જણાય, મિત્ર મદદ, પ્રવાસ મજાનો.

ધન રાશિ

આવક કરતાં ખર્ચ અને મૂડીરોકાણ વધી ન જાય તે જોજો, વિઘ્ન જણાય.

મકર રાશિ

કાલ્પનિક ચિંતા, ભયથી મુક્ત રહેવા કાર્યશીલ અને કુદરતમાં શ્રાદ્ધાળુ રહેજો.

કુંભ રાશિ

આશાવાદી જરૂરી બને, પરંતુ વાસ્તવિક્તાને નજર અંદાજ ન કરશો, ખર્ચ, વિવાદ અટકાવજો.

મીન રાશિ

કાર્ય સફળતાની તક મળે તે ન સરી પડે તે જોજો, નાણાભીડ, ગૃહજીવનમાં સંવાદિતા.


  • Follow us on: