રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.
જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ તમામ રાશિનું રાશિફળ.
વિક્રમ સંવત રાશિ ૨૦૮૧. અષાઢ વદ એકાદશી સોમવાર, કામિકા એકાદશી
મેષ રાશિ
માનસિક તણાવ અને સંતાપમાંથી બહાર નીકળવા આધ્યાત્મિક વલણ જરૂરી કાર્ય અંગે પ્રગતિ.
વૃષભ રાશિ
આપના કેટલાક પ્રશ્નો લાંબા સમયે વધુ યત્ને ઉકેલાશે તેમ સમજી ધીરજ ધરવી હિતાવહ.
મિથુન રાશિ
પ્રતિકૂળતાઓને પાર કરી કાર્ય લાભ ઊભો કરી શકશો, ગણતરી અને સંયમ જરૂરી.
કર્ક રાશિ
આપના મનપસંદ કાર્યોને સાકાર કરવાની ઉમદા તક સર્જાતી જણાય, કૌટુંબિક સામાજિક કાર્યમાં પ્રગતિ.
સિંહ રાશિ
પ્રવૃત્તિઓ અને વ્યસ્તતા વધુ અને ફળ ઓછું મળતાં નિરાશા જણાય, વિવાદ ટાળજો.
કન્યા રાશિ
વેપાર-વ્યવસાયની કામગીરીઓનો બોજ વધતો જણાય, સ્વજનનો સહકાર, તબિયત જળવાય.
તુલા રાશિ
સંજોગના રમકડાં ન બની જવાય તે માટે સજાગ રહેજો, ધ્યેયની નજીક આવતા જણાશે.
વૃશ્ચિક રાશિ
કાર્ય સફળતા માટે તમારે વધુ સમય રાહ જોવી પડે અને મહેનત તોે ખરી જ, સ્નેહીથી સમાધાન.
ધન રાશિ
કૌટુંબિક સમસ્યાઓને સૂલઝાવી શકશો, અગત્યના નિર્ણયોમાંથી લાભ, મનની શાંતિ સર્જાય.
મકર રાશિ
અગત્યના પ્રશ્નો ઉકેલી શકશો, સ્વજન મિત્ર ઉપયોગી બને, લાભની તક સર્જાય.
કુંભ રાશિ
માનસિક આવેશ પર કાબુ રાખજો, પ્રતિકૂળતા દૂર થતી લાગે, મિત્ર-પ્રિયજનથી સંવાદિતા.
મીન રાશિ
ગમા-અણગમા અને સંજોગોનો વિચાર છોડી લક્ષને જોઈ કાર્ય કરવાથી ફાયદો સમજજો.









