વિક્રમ સંવત 2081 શ્રાવણ વદ ચૌદસ. શુક્રવાર, પીઠોરી અમાસ- દર્શ અમાસ.


[[$googlead]]

રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.

જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ તમામ રાશિનું રાશિફળ.

[[$alsoread]]

મેષ રાશિ

ધીરજની કસોટી થતી જણાશે પરંતુ હિંમત હાર્યા વિના પ્રયત્નો ચાલુ રાખવાથી ફળ સારું મળે.

વૃષભ રાશિ

ગૃહજીવનની કે વ્યવસાયિક સમસ્યાઓ હશે તો તેને હલ કરી શકશો, ખર્ચ-ખરીદી વધી ન જાય તે જોજો.

મિથુન રાશિ

મનની મુરાદ મનમાં રહેતી લાગે, પ્રયત્નો વધારવાની જરૂર, મિત્ર કે મહત્ત્વની વ્યક્તિ ઉપયોગી બને.

કર્ક રાશિ

આશા-નિરાશા વચ્ચે મન ઝોલા ખાતુ જણાય, મિત્રની મદદ, પ્રવાસ સરસ રહે.

સિંહ રાશિ

હિંમત અને ધીરજ રાખીને આગળ વધવાથી સમય જરૂર સાથ આપશે. કલ્પનાના ઘોડા પર લગામ જરૂરી.

કન્યા રાશિ

તમારી માનસિક સ્વસ્થતાને ટકાવી શકશો, અગત્યની તક મળે, વિશ્વાસે ચાલવું નહીં.

તુલા રાશિ

અંતઃકરણનો ઉચાટ દૂર થાય, ધાર્યા કામમાં પ્રગતિ જોવાય, પ્રવાસની તક.

વૃશ્ચિક રાશિ

ગૃહજીવનની બાબતો ગૂંચવાય નહીં તે જોજો, પ્રયત્નોનું મીઠું ફળ ચાખી શકશો, તબિયત નરમ.

ધન રાશિ

આર્થિક સમસ્યાઓમાંથી પસાર થતાં હો તો તેના ઉકેલની તક આવી મળે, સ્વજનોથી મતભેદ ટાળજો.

મકર રાશિ

સમસ્યાઓથી ઘેરાયેલા હશો તો તેના ઉકેલની શક્યતા વધી જાય, કુટુંબ ક્લેશ નિવારજો.

કુંભ રાશિ

તમારું જિદ્દી વલણ છોડશો તો આગળ વધવાના પ્રયત્નો ફળતા જણાય, પ્રિયજનથી મિલન-મુલાકાત.

મીન રાશિ

પ્રવાસ મજાનો બનતો જણાય, આર્થિક પ્રશ્નોનો હલ મળતો લાગે, સામાજિક કાર્ય અંગે ઠીક ઠીક દિવસ.


  • Follow us on: