રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.


[[$googlead]]

જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ તમામ રાશિનું રાશિફળ.

વિક્રમ સંવત 2081 અષાઢ વદ બારસ. મંગળવાર ભોમ પ્રદોષ. તેરસ ક્ષયતિથિ

[[$alsoread]]

મેષ રાશિ

ગજા બહારના કામ કે ખર્ચ વધારશો તો શારીરિક આર્થિક સમસ્યા સર્જાઈ શકે, શત્રુથી સાવધ રહેવું.

વૃષભ રાશિ

તકલીફોનો વિચાર છોડીને ધ્યેયનો વિચાર ઉત્સાહ વધારશે, નાણાભીડ કે નજીવા અંતરાય જણાય.

મિથુન રાશિ

પ્રથમ જરૂરિયાતોને અને બાદમાં શોખ કે ઇચ્છાને માટે આર્થિક આયોજન રાખશો તો તકલીફ નહીં પડે.

કર્ક રાશિ

ઊંચા ધ્યેય જરૂર રાખો પણ પહેલું પગથિયું ન ચૂકશો, સ્નેહીથી સમાધાન-કાર્યરચના.

સિંહ રાશિ

પ્રગતિના પથ પર ડગ માંડી શકશો- ધીમી ચાલ ઉપયોગી જણાય, ખર્ચ અટકાવજો.

કન્યા રાશિ

કોઈના દોષ જોયા વિના કર્મ પર ભરોસો રાખશો તો ઈષ્ટ ફળ મેળવી શકશો, લાભદાયી તક.

તુલા રાશિ

આપની ચિંતા વિષાદના વાદળ વિખેરાતા જણાય, આર્થિક આયોજન કરી લેજો, કૌટુંબિક કાર્ય થઈ શકે.

વૃશ્ચિક રાશિ

આપના મન પરના બોજને હળવો કરવા ઉપાય મળે, સ્વજન મિત્રની મદદ જણાય, આરોગ્ય નરમગરમ.

ધન રાશિ

આર્થિક કે વ્યવસાયિક બાબતો ગૂંચવાઈ હશે તો ઉકેલાય, મન હળવું બને, લાભની તક.

મકર રાશિ

ધાર્યા કામ અંગે વિલંબથી સફળતા, નોકર ચાકર કે હાથ નીચેના કર્મચારીથી મતભેદ.

કુંભ રાશિ

પ્રતિકૂળતાઓ સામે ટકી શકશો અને વધુ પ્રયત્ને બહાર નીકળી સફળતા તરફ આગળ વધી શકશો.

મીન રાશિ

આપની લાગણીઓ પર કાબુ રાખજો, આવેશ અને ઉગ્રતા દૂર રાખજો, આપ આખરે શાંતિનો અનુભવ કરી શકશો.

  • Follow us on: