રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.


[[$googlead]]

જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ તમામ રાશિનું રાશિફળ.

વિક્રમ સંવત 2081 જેઠ વદ બારસ. રવિવાર, યોગિની એકાદશી- ભાગવત- સૂર્ય આદ્રામાં.

[[$alsoread]]

મેષ રાશિ

આપના અગત્યના પ્રશ્નો અને કાર્યોને ઉકેલવા સંજોગ સાનુકૂળ થતા જણાશે.

વૃષભ રાશિ

આપના મનના ઓરતા અધૂરા ન રહી જાય તે માટે અનુભવીની મદદ લેજો.

મિથુન રાશિ

મનોસ્થિતિને સમતોલ અને સમાધાનકારી રાખી સમય પસાર કરવાથી રાહત રહે.

કર્ક રાશિ

મહત્ત્વની કામગીરી અંગે કોઈ અગત્યની તક આવી મળે, સ્નેહીનો સહકાર, પ્રવાસ ફળે.

સિંહ રાશિ

આવક કરતાં જાવકનું પલ્લું નમી ન જાય તે જોજો, સ્નેહીથી સંવાદિતા સર્જી લેજો.

કન્યા રાશિ

ધાર્યો લાભ વિલંબમાં પડતો જણાય, નિરાશ થયા વિના પ્રયત્નો અને મદદ વડે બાજી સુધારી લેજો.

તુલા રાશિ

આપની મૂંઝવણો અને કોઈ ચિંતા હશે તો તેનો ઉકેલનો માર્ગ ખૂલે, સામાજિક બાબતનું કામ થાય.

વૃશ્ચિક રાશિ

આર્થિક વ્યવહારોમાં સાવચેત રહેજો, લાગણી પર કાબુ રાખજો, નોકરિયાત વર્ગને કામ વધતું લાગે.

ધન રાશિ

આપના મહત્ત્વના કાર્યો-મુલાકાતો અને પ્રવૃત્તિઓ માટે વધુ ભાગદોડ જણાય, નાણાભીડ રહે.

મકર રાશિ

આવક વૃદ્ધિની તક સર્જાય, કૌટુંબિક પ્રશ્નો હલ કરી શકશો, આપના મનનો બોજ ઉતરતો જણાય.

કુંભ રાશિ

નસીબનો આધાર વ્યર્થ જણાય પ્રવાસની તક મળે, કૌટુંબિક ચિંતા દૂર થતી લાગે.

મીન રાશિ

આપના અંગત પ્રશ્નો સમસ્યાના ઉકેલ માટે અન્યની મદદ લેવી પડે, ખર્ચનો પ્રસંગ.

  • Follow us on: