રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.
જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ તમામ રાશિનું રાશિફળ.
વિક્રમ સંવત 2081 કારતક સુદ એકમને બુધવાર વિક્રમ સંવત 2081 શરૂ. બેસતું વર્ષ.
મેષ રાશિ
આપના મનની મુરાદ બર લાવી શકશો, સાનુકૂળ તક, સંજોગ સર્જાતા જણાય, પ્રવાસ ફળે.
વૃષભ રાશિ
આવક સામે ખર્ચનું પ્રયાણ વધી જવું જોવા મળે, નોકરી ધંધામાં તણાવ જણાય.
મિથુન રાશિ
સકારાત્મક વિચારો અને કાર્ય દ્વારા સુખ શાંતિનો માર્ગ સર્જી શકશો, સ્નેહીથી મિલન.
કર્ક રાશિ
આપના નોકરી-ધંધાના પ્રશ્નો ગૂંચવાયા હોય તો તમે ઉકેલી શકશો. આરોગ્ય સાચવવું.
સિંહ રાશિ
આત્મબળના સરાહે આગળ ધપી શકશો, ખર્ચના પ્રસંગો, વધવા ન દેશો, પ્રવાસ.
કન્યા રાશિ
સફળતા અને લાભની પ્રાપ્તિ માટે આયોજન ગણતરી અને નસીબને ઉપયોગી માનજો, કૌટુંબિક કાર્ય થાય.
તુલા રાશિ
આપના પ્રયત્નોનું મીઠું ફળ ચાખી શકશો, આવક કરતાં જાવક ન વધે તે જોજો, પ્રણયના પુષ્પ ખીલતા જણાય.
વૃશ્ચિક રાશિ
આપની વ્યવસાયિક અને સામાજિક કામગીરી સફળ બને વાદ-વિવાદ ટાળજો, તબિયત સાચવવી.
ધન રાશિ
આપના નોકરી-ધંધાના ક્ષેત્રે પ્રગતિકારક તક સર્જાય, ગૃહજીવનમાં સમાધાન રાખવું પડે.
મકર રાશિ
મહત્ત્વના પ્રશ્નો અને કામકાજ અંગે સંજોગ સુધરતા જણાય, કૌટુંબિક સંવાદિતાથી આનંદ.
કુંભ રાશિ
આર્થિક પરિસ્થિતિ પર વધુ ધ્યાન આપજો, લોન-ઉધારીથી બચજો, આરોગ્ય ચિંતા દૂર થાય.
મીન રાશિ
આપની અગત્યની કામગીરી અંગે કોઈની મદદ ઉપયોગી બને, સામાજિક પ્રસંગ અંગે સાનુકૂળતા.









