વિક્રમ સંવત 2081 શ્રાવણ વદ અમાસ, કુશગ્રાહિણી અમાસ
રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.
જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ તમામ રાશિનું રાશિફળ.
મેષ રાશિ
તમારા નિર્ણયો મહત્ત્વના સાબિત થાય, આશાઓ ફળતી જણાય, વિવાદ શમી શકે, પ્રવાસ ફળે.
વૃષભ રાશિ
અગત્યની કામગીરી માટે સંજોગોનો સાથ મળતો જણાય, પ્રવાસમાં વિલંબ, નાણાભીડ અનુભવાય.
મિથુન રાશિ
તમારા પ્રયત્નોનું મીઠું ફળ ચાખી શકશો, અગત્યની તક સર્જાય, મિત્ર-સ્નેહીથી મદદ મેળવી શકશો.
કર્ક રાશિ
નસીબના ભરોસે બેસી ન રહેશો કાર્ય કર્યે જાવ ફળ આવી મળશે. પ્રતિકૂળતા દૂર થાય.
સિંહ રાશિ
સંઘર્ષ યા દલીલોથી દૂર રહી શંકાના સથવારે યોગ્ય ફળ મેળવી શકશો, સ્વાસ્થ્ય ટકી રહે.
કન્યા રાશિ
આપની વ્યવસાયિક વિટંબણાઓ દૂર થતી જણાય, અગત્યની કામગીરીમાં પ્રગતિ, સ્વજનથી મનદુઃખ.
તુલા રાશિ
તમારા પ્રયત્નોનું મીઠું ફળ વિલંબથી ચાખવા મળે, ગૃહવિવાદ અટકે, પ્રવાસ ફળે.
વૃશ્ચિક રાશિ
કાર્ય સફળતાની તક સર્જાય, આરોગ્યની કાળજી લેજો, સામાજિક કાર્ય થાય.
ધન રાશિ
ચિંતા અશાંતિનો બોજ ઉતરતો લાગે, નસીબ ખૂલતું દેખાય, પ્રવાસ મજાનો બને.
મકર રાશિ
સમયનો સદ્ઉપયોગ કરી લેજો, લક્ષને ધ્યાનમાં રાખજો, તબિયતની કાળજી લેજો.
કુંભ રાશિ
આપની અપેક્ષાઓ અને ધારણાઓ પૂરી થવામાં વિલંબ જણાય, સામાજિક કાર્ય થાય.
મીન રાશિ
આપના મનોરથોને પૂર્ણ કરવાના પ્રયત્નો વધારવા પડે, ચિંતા હળવી થાય, પ્રવાસ સફળ.









