વિક્રમ સંવત 2081 અષાઢ વદ ચૌદસને બુધવાર, શિવરાત્રી. ચંદ્ર ગુરુની યુતિ.
રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.
જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ તમામ રાશિનું રાશિફળ.
મેષ રાશિ
આપના અંતઃકરણમાં કોઈ બેચેની, વિષાદ હશે તો દૂર કરી શકશો, વ્યવસાયિક કૌટુંબિક કાર્યમાં પ્રગતિ.
વૃષભ રાશિ
લાભની આશા વ્યર્થ જણાય, ખર્ચ વ્યય અટકાવવા પર ધ્યાન આપજો, સામાજિક કાર્ય થાય.
મિથુન રાશિ
મનની મુરાદ બર લાવવા માટે પ્રયત્નો વધારી દેજો. શાંતિની ઝંખના દૂર જણાશે. વ્યયનો પ્રસંગ.
કર્ક રાશિ
આપની નોકરી ધંધાની બાબતો અંગે સાનુકૂળ તક મળે, ગૃહવિવાદ ટાળજો, પ્રવાસ મિલન-મુલાકાત.
સિંહ રાશિ
આપના પ્રયત્નો અને ધીરજ ફળદાયી નીવડે, ગૃહજીવનમાં ગેરસમજ ન થાય તે જોજો.
કન્યા રાશિ
માનસિક, તણાવ અને મૂંઝવણમાં બહાર આવવાની તક સંજોગ આવે, સ્નેહીનો સહકાર મળે.
તુલા રાશિ
માનસિક અજંપો વર્તાય, નાણાભીડથી બચવા ખર્ચ પર કાબુ જરૂરી બને, મિલન-મુલાકાત.
વૃશ્ચિક રાશિ
સામાજિક આર્થિક પ્રશ્નો હલ કરવા અંગે સાનુકૂળતા સર્જાય, વિરોધીથી સાવધ રહેવું.
ધન રાશિ
મન ચંગા તો કથરોટ મેં ગંગા કહેવત સાર્થક થતી જણાય, વિવાદથી દૂર રહેજો.
મકર રાશિ
આપની વ્યવસાયિક યા કોઈ સામાજિક ચિંતા હશે તો તેનો ઉકેલ, પ્રવાસ, મુલાકાત.
કુંભ રાશિ
અશાંતિના વાદળ વિખેરાતા લાગે, સ્વજનથી ગેરસમજ દૂર થાય, સફળતાની તક મળે.
મીન રાશિ
મનદુઃખ દૂર થાય, પ્રવાસ ફળે, સામાજિક કાર્ય અંગે પ્રગતિકારક, ખર્ચનો પ્રસંગ.









