રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.
જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ તમામ રાશિનું રાશિફળ.
વિક્રમ સંવત 2081 ભાદરવા સુદ એકમ. રવિવાર,રામદેવપીર નવરાત્ર શરૂ. ચંદ્રદર્શન.
મેષ રાશિ
વ્યવસાયિક બાબતોની ગૂંચવણો ઉકેલી શકશો, આપની ચિંતાઓ હળવી બને, સ્વજનોનો સહકાર.
વૃષભ રાશિ
તમારા અગત્યના કામકાજો અંગે કોઈની મદદ ઉપયોગી થાય, કાર્ય લાભ વિલંબથી મળે.
મિથુન રાશિ
ધાર્યો લાભ દૂર ઠેલાતો જણાય, વિટંબણાઓમાંથી બહાર આવી શકશો, તબિયત સુધરતી જણાય.
કર્ક રાશિ
માનસિક સ્વસ્થતા ટકાવી શકશો, દૃઢ સંકલ્પ ખપ લાગશે, સામાજિક પ્રવૃત્તિઓ વધતી લાગે.
સિંહ રાશિ
આવક વધારવાના પ્રયત્નો ફળતા લાગે, વિવાદ અટકાવજો, મનની મૂંઝવણ દૂર થતી જણાય.
કન્યા રાશિ
ધીરજના ફળ મીઠાં સમજવા લાગણીઓ કે ભાવના કરતાં હિતનું મહત્ત્વ વધતું લાગે.
તુલા રાશિ
સામાજિક કાર્ય થઈ શકે, આરોગ્ય પ્રત્યે ધ્યાન આપવું, નાણાકીય સંજોગો ઊભા થાય.
વૃશ્ચિક રાશિ
આપના હાથ નીચેના માણસો અંગે તણાવ જણાય, વિઘ્ન વિલંબ સર્જાતું લાગે, તબિયત સાચવજો.
ધન રાશિ
આપની અગત્યની કામગીરી અંગે સમય સુધરતો જણાય, તબિયતની ચિંતા દૂર થાય, લાભ અટકતો લાગે.
મકર રાશિ
નાણાકીય સમસ્યામાંથી બહાર નીકળવાનો માર્ગ ખૂલતો જણાય, સગાં સ્વજનનો પાસેથી અપેક્ષા ફળે નહીં.
કુંભ રાશિ
ધીરજની કસોટી થતી લાગે, ધાર્યા કામમાં વિલંબ જોવાય, કૌટુંબિક આર્થિક ચિંતાનો અનુભવ.
મીન રાશિ
હકારાત્મક વિચારો-નિર્ણયો જરૂર ઉપયોગી સાબિત થાય, લાગણીઓ પર સંયમ રાખજો.









