રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.


[[$googlead]]

જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ તમામ રાશિનું રાશિફળ.

વિક્રમ સંવત 2081 જેઠ વદ ચૌદસને મંગળવાર, કાળી રોહિણી. સૂર્ય ગુરુની યુતિ.

[[$alsoread]]

મેષ રાશિ

મનના ઓરતા અધૂરા ન રહે તે માટે અગાઉથી કાર્યશીલતા જરૂરી, પ્રયત્નો ફળે, સ્નેહીનો સહકાર.

વૃષભ રાશિ

અપેક્ષા ઉશ્કેરાટ પર કાબુ રાખીને તમે સંવાદિતા સર્જી શકશો, વિધ્ન બાદ સફળતા, તબિયત સુધરે.

મિથુન રાશિ

દિલ કરતાં દિમાગથી કામ લેવાથી વધુ સફળતા અને સ્વસ્થતા જોવાય, નાણાકીય ચિંતાનો ઉકેલ.

કર્ક રાશિ

આપના નોકરી-ધંધાના પ્રશ્નોને હલ કરવાની તક સર્જાય, વિરોધી પાછા પડે.

સિંહ રાશિ

નસીબના ભરોસે રહેવા કરતાં કર્મને જોરે ચાલવાથી ફળ મળે, ગૃહવિવાદનો પ્રસંગ.

કન્યા રાશિ

લોભ-લાલચ અને જલદી કમાણી કરવાનો ટૂંકો માર્ગ લાંબો સાબિત થઈ શકે, પ્રવાસ ફળે.

તુલા રાશિ

સામાજિક કામકાજ અંગે પ્રસન્નતા, ગૃહજીવનમાં સંવાદિતા, નાણાભીડ અને મુલાકાત.

વૃશ્ચિક રાશિ

વધુ સંઘર્ષ અને વિઘ્ન બાદ પ્રગતિનો માર્ગ ખૂલતો લાગે, ખર્ચ-વ્યય અટકાવજો.

ધન રાશિ

આપની સમસ્યાનો ઉકેલ દૂર ઠેલાતો લાગે, પ્રવાસની તક, સ્વજનની મદદ.

મકર રાશિ

પ્રવાસ-પર્યટનથી પ્રસન્નતા, ખર્ચ ખરીદીઓ જણાય, તબિયત સચવાય.

કુંભ રાશિ

ઘોર નિરાશામાં આશાનું કિરણ લાધે, પ્રયત્ન ફળે, સ્નેહીની મદદ.

મીન રાશિ

લાગણી દુભાતી લાગે, પ્રવાસ મજાનો રહે, ચિંતા દૂર થાય.

  • Follow us on: