વિક્રમ સંવત 2082 કારતક સુદ ત્રીજ. શુક્રવાર,વિંછુડો. મુ.જમાદિ ઉલ અવ્વલ શરૂ.
રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.
જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ તમામ રાશિનું રાશિફળ.
મેષ રાશિ
આપના ઉતાવળા નિર્ણયો પર કાબુ રાખજો, અગત્ની તક મળતી જણાય, ટેન્શન હળવું બને.
વૃષભ રાશિ
આવક કરતાં જાવક વધી ન જાય તે જોજો, સાહસ ટાળજો, સામાજિક કામ પ્રસંગ ફળદાયી બને.
મિથુન રાશિ
આપની શંકા-કુશંકા પર કાબુ રાખી શાંતિ અનુભવી શકશો, નાણાભીડનો ઉકેલ જણાય, સ્નેહીથી મિલન.
કર્ક રાશિ
આપના ધંધાકીય પ્રશ્નો અંગે સાનુકૂળ તક સર્જાય, ગૃહવિવાદ ટાળજો, મોહમાયાથી દૂર રહેજો.
સિંહ રાશિ
અગત્યના કામકાજો અંગે અવરોધ વિલંબ થતો જણાય, વધુ પ્રયત્નો, ધીરજ જોઈશે, સ્નેહીનો સહકાર.
કન્યા રાશિ
પ્રતિકૂળ સંજોગોમાંથી માર્ગ મળતો જણાય, આર્થિક કટોકટી હળવી બને, સ્નેહીજનોથી સંવાદિતા.
તુલા રાશિ
આપની બેચેની અને વ્યથાના વાદળો વિખેરાતા લાગે, નવીન તક, સાનુકૂળતા સર્જાય.
વૃશ્ચિક રાશિ
ધાર્યો લાભ મેળવવા માટે ધીરજ અને ગણતરીપૂર્વકના પ્રયત્નો જરૂરી જણાય, આવેશ, ગુસ્સો રોકજો.
ધન રાશિ
સામા પવનને ચાલતા હોય તેમ લાગે યા વિપરિત સંજોગો જણાય તો હિંમત ખોશો નહીં.
મકર રાશિ
લાગણી કે મન પરની અસરને અંકુશમાં રાખવાથી શાંતિ અને સફળતા આવી મળે.
કુંભ રાશિ
સમજણ અને સમાધાનવૃત્તિ ઉપયોગી પુરવાર થાય, પ્રવાસ, નાણાભીડ જણાય.
મીન રાશિ
આપના અગત્યના પ્રશ્નોની ચિંતા હળવી બનતી જણાય, કોઈની મદદ, સાથ ઉપયોગી બને.









