રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.


[[$googlead]]

જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ તમામ રાશિનું રાશિફળ.

વિક્રમ સંવત 2081 ભાદરવા સુદ બીજ. સોમવાર, ઉદયાત બીજ. વરાહ જયંતી. મુ. રબીઉલ અવ્વલ.

[[$alsoread]]

મેષ રાશિ

કોઈના પર વધુ પડતા વિશ્વાસે ન ચાલવા સલાહ છે નાણાકીય લેવડદેવડમાં સાવધાની જરૂરી સમજવી.

વૃષભ રાશિ

નાણાકીય લાભની તક ગુમાવી ન પડે તે જોજો, પ્રવાસ ફળે, આરોગ્ય ચિંતા દૂર થાય.

મિથુન રાશિ

મનની મુરાદ મનમાં રહી ન જાય તે માટે પ્રયત્નોનું જોર વધારવું પડે.

કર્ક રાશિ

આપના મહત્ત્વના કામકાજો અંગે મુશ્કેલી હશે તો દૂર થતી જણાય, ટેન્શન હળવું બને.

સિંહ રાશિ

આપની વ્યવસાયિક બાબતો અંગે સાનુકૂળ તક સર્જાય, ચિંતા મુક્તિ માટે તર્ક-શંકા ત્યજવા.

કન્યા રાશિ

સામાજિક કામ પ્રસંગો અંગે અગત્યની તક સર્જાય, આરોગ્ય નરમ જણાય, પ્રવાસની ઈચ્છા ફળે.

તુલા રાશિ

આપના ધીરજના ફળ મીઠા ચાખી શકશો, કોઈ આપ્તજનની મદદ ઉપયોગી રહે.

વૃશ્ચિક રાશિ

આપની કાર્યશીલતા અને લક્ષ કેન્દ્રીવલણ લાભદાયી રહે.

ધન રાશિ

મોટા ખ્વાબ રાખો ખરા પણ નાના લાભો જતાં ન કરો.

મકર રાશિ

ઈચ્છાઓની ફળશ્રુતી કરતાં ફળશ્રુતીનો સ્વીકારવું વલણ લાભકારક.

કુંભ રાશિ

સંજોગને દોષ દઈને ઉદ્યમ દ્વારા સંજોગો બદલી શકશો.

મીન રાશિ

વિવાદોથી દૂર રહીને સહકાર અને સમાધાનથી સુખની બારી ખોલી શકો.



  • Follow us on: