રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.


[[$googlead]]

જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ તમામ રાશિનું રાશિફળ.

વિક્રમ સંવત 2082 કારતક સુદ ચોથને શનિવાર વિંછુડો. વિનાયક ચતુર્થી

મેષ રાશિ

આપની આર્થિક-વ્યાસાયિક અને કૌટુંબિક બાબતો અંગે સંજોગોનું પરિવર્તન સુખદાયી જણાશે.

[[$alsoread]]

વૃષભ રાશિ

નાણાંકીય સમસ્યાઓ વધી ન જાય તે માટે ખર્ચ-કરજ પર કાબુ રાખજો, ગૃહજીવનમાં પ્રશ્નો અંગે તણાવ.

મિથુન રાશિ

મનોસ્થિતિને અસમતોલ ન થવા દેશો, અંતઃકરણના વિષાદ ઉચાટ દૂર થાય અને સાનુકૂળ તક મળતાં સફળતાનો ચાન્સ રહે.

કર્ક રાશિ

પ્રવૃત્તિઓ વધારવા કરતાં એક લક્ષ્ય ઉપયોગી જણાશે, ગૃહજીવનના પ્રશ્નો હલ થઈ શકશે.

સિંહ રાશિ

ઉતાવળા સાહસ કે જોખમ ઉઠાવશો નહીં, નાણાકીય પ્રવાહ પર નજર જરૂરી માનજો. પ્રવાસ ફળે.

કન્યા રાશિ

આપની અગત્યની કામગીરીઓને આગળ ધપાવી શકશો, ખર્ચ વધતું લાગે, બીમારીથી બચજો.

તુલા રાશિ

આપની સમસ્યાઓનું નિરાકરણ આવતું જણાય, ટેન્શન ઓછું થતું લાગે.

વૃશ્ચિક રાશિ

પ્રયત્નો વધારવાથી કાર્ય સફળતા ઢૂકડી આવતી જણાય, સ્નેહીથી સહકાર.

ધન રાશિ

લાભ કરતાં નુકસાન ન થાય તે માટે લોભ-લાલચ ન રાખવી, સામાજિક કાર્ય થઈ શકે.

મકર રાશિ

આપના વ્યવસાયિક કાર્યમાં પ્રગતિ, ગૃહજીવનમાં મતભેદ ન થાય તે જોજો, પ્રવાસ.

કુંભ રાશિ

ધીમે ધીમે સંજોગો સુધરતા જણાય, આર્થિક મૂંઝવણનો ઉપાય મળે, મિલન-મુલાકાત ફળે.

મીન રાશિ

અગત્યની કાર્યરચના થઈ શકે, સ્વજનનો સહકાર વધે, મન પ્રસન્ન થાય.

  • Follow us on: