રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.
જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ તમામ રાશિનું રાશિફળ.
વિક્રમ સંવત 2081 ભાદરવા સુદ ત્રીજને મંગળવાર કેવડાત્રીજ. સામવેદી શ્રાવણી.
મેષ રાશિ
આવકની સામે જાવકનું પલ્લું નમી જતું લાગે, મનની લાગણી, આવેગ પર સંયમ જરૂરી.
વૃષભ રાશિ
ધીરજના ફળ મીઠા સમજવા, ગૃહજીવનના પ્રશ્નો હલ કરી શકાય, નાણાભીડનો ઉપાય મળે.
મિથુન રાશિ
આપની ચિંતા સમસ્યાને સૂલઝાવી શકશો, મિત્ર પ્રિયજન કે વડીલનો સાથ મળે, ખર્ચ પર કાબુ.
કર્ક રાશિ
લાભની આશા પરિપૂર્ણ કરવા યોગ્ય મહેનત સૂઝ જરૂરી, ગૃહવિવાદ ટાળજો, તબિયત સાચવજો.
સિંહ રાશિ
આપના પ્રયત્નો સફળ બનતા જણાય, અગત્યની તક મળે, સમય સાથ આપશો.
કન્યા રાશિ
મહત્ત્વના પ્રશ્નો ઉકેલવા તરફ લક્ષ આપજો, નસીબનો સાથ મેળવી શકશો, પ્રવાસ મુલાકાત ફળે.
તુલા રાશિ
વધુ પડતી જવાબદારીઓ કે ખર્ચાનો ભાર ન ઉપાડવા સલાહ છે, પ્રવાસ સફળ થાય.
વૃશ્ચિક રાશિ
આશાનો તંતુ પકડી રાખવાથી આગળ કામ આવવાનો માર્ગ ખૂલતો જણાય. સ્નેહી મિત્રથી સંવાદિતા.
ધન રાશિ
નિરર્થક વિચારો ત્યજીને વિધેયાત્મક રહેવાથી આપ જરૂ.ર સ્વસ્થતા જાળવી શકશો, પ્રગતિકારક તક.
મકર રાશિ
આપના અટવાયેલા કાર્યોને આગળ ધપાવી શકવા તમે શક્તિમાન થશો. ઇચ્છિત મદદ ઊભી થાય.
કુંભ રાશિ
આપના વ્યવસાયિક કે ગૃહજીવનની બાબતોને ગૂંચવાતી અટકાવી શકશો, લાભદાયી તક, મનોબળ રાખજો.
મીન રાશિ
આપની ધીરજ ખૂટતી હોય તેમ ભલે લાગે, પરંતુ આંતરિક શક્તિ વડે તમે સમય પસાર કરી સુખ તરફ જઈ શકશો.









