રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.


[[$googlead]]

જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ તમામ રાશિનું રાશિફળ.

વિક્રમ સંવત 2081. શ્રાવણ સુદ બીજ. શનિવાર, ચંદ્ર દર્શન. અશ્વસ્થ મારુતિ પૂજન.

[[$alsoread]]

મેષ રાશિ

નાની મોટી અડચણો બાદ તમારું કાર્ય થાય, ખર્ચ વધે નહીં તે જોજો. ગૃહજીવનમાં સંવાદિતા.

વૃષભ રાશિ

સફળ અને સાનુકૂળ દિવસ જણાય. ટેન્શન અને ઉદ્વેગમાંથી મુક્તિ મળે, આપના વિઘ્નો દૂર થાય.

મિથુન રાશિ

આપની ગૃહજીવનના કામકાજો હલ કરી શકશો, ચિંતાના વાદળ વિખેરાય લાભની આશા ફળતી લાગે.

કર્ક રાશિ

આપના પ્રયત્નોનું ફળ અટકતું લાગે, છતાં ભવિષ્યમાં તેનો લાભ જરૂર મળે.

સિંહ રાશિ

આપના વિચારો વિધેયાત્મક બનાવીને સફળતા મેળવી શકશો, નાણાકીય બોજ અનુભવાય.

કન્યા રાશિ

ગૃહજીવનમાં ચકમક ન સર્જાય તે જોજો, સંતાનની તબિયત સંભાળવી, વ્યવસાયિક બાબતો સુધરે.

તુલા રાશિ

આપના જમીન, જાગીર વેપાર, ધંધાના કામકાજો અંગે કોઈ સાનુકૂળ સંજોગો ઉભો થતો લાગે.

વૃશ્ચિક રાશિ

મનના મનોરથોને પૂર્ણ કરવા હજી લાંબી મજલ કાપવી પડે, ઉતાવળ અને આળસ ત્યજવા પડે.

ધન રાશિ

લાગણીઓ ઘવાય નહીં તે માટે સમતોલન રાખજો, આર્થિક ચિંતા દૂર થાય, કુટુંબ ક્લેશ ટાળજો.

મકર રાશિ

અરમાનો અને અપેક્ષાઓ મુજબ ભલે કંઈ થતું ન લાગે પણ સાચું તો અવશ્ય થતું જોઈ શકશો.

કુંભ રાશિ

પ્રતિકૂળતાભર્યા સંજોગો લાગે તો પણ હિંમત ન હારશો, ઇશ્વર જરૂર મદદરૂપ થાય.

મીન રાશિ

આર્થિક વ્યવસાયિક બાબતો ગૂંચવાયેલી હોય તો ઉકેલ આવશે, કૌટુંબિક કાર્ય સફળ બને.

  • Follow us on: