રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.
જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ તમામ રાશિનું રાશિફળ.
વિક્રમ સંવત 2082 કારતક સુદ પાંચમ- રવિવાર, લાભપાંચમ. જૈન જ્ઞાન પંચમી.
મેષ રાશિ
મનને નિર્બળ ન થવા દેશો, હિંમત આત્મવિશ્વાસને ટકાવી રાખજો, ફતેહ આગળ છે, ખર્ચ.
વૃષભ રાશિ
મૂંઝવણો અને તણાવ કે વ્યથા વિષાદની સ્થિતિમાંથી બહાર આવી શકશો, કાર્ય સફળ બનતું લાગે.
મિથુન રાશિ
હકારાત્મક પ્રયત્નો અને વલણ ફળદાયી બનતા જણાય, વિપરિત સંજોગો બદલાશે, પ્રવાસ ફળે.
કર્ક રાશિ
આપની વધુ પડતી આશા ભલે પૂર્ણ ન થાય પણ કાર્ય સફળતા મેળવી શકશો, લાભની તક સર્જાય.
સિંહ રાશિ
તબિયતની કાળજી જરૂરી માનજો, સામાજિક, કૌટુંબિક બાબતો પર લક્ષ આપજો, ખર્ચો અટકાવજો.
કન્યા રાશિ
આપના પ્રયત્નો વધારવાથી ફળ મીઠું આવી મળે, સ્નેહીથી મતભેદ નિવારજો, નાણાભીડ વર્તાય.
તુલા રાશિ
આપના મનની મૂંઝવણો અને ટેન્શનમાંથી બહાર આવવાનો માર્ગ સર્જાય, સ્નેહીથી સહકાર.
વૃશ્ચિક રાશિ
લક્ષ્ય તરફ આગળ વધવાની તક સર્જાય, તબિયત સુધરતી લાગે, ખર્ચ અટકાવજો.
ધન રાશિ
આપની આશા અધૂરી રહેતી જણાય, આવક સામે ખર્ચ વધે નહીં તે જોજો, ગૃહજીવનમાં અશાંતિ.
મકર રાશિ
લાભની આશા ઠગારી નીવડતી લાગે, પ્રયત્નો વધારવા પડે, ગૃહજીવનમાં ગેરસમજ સર્જાતી લાગે.
કુંભ રાશિ
આવકનું કોઈ સાધન ઊભું કરવાની દિશા તરફ આગળ વધી શકશે, લક્ષ્ય સાર્થક, પ્રગતિની તક.
મીન રાશિ
સામાજિક કામકાજ અંગે સંજોગ સાનુકૂળ થતાં લાગે, આર્થિક બાબતો પર ધ્યાન આપજો, પ્રવાસની તક.









