વિક્રમ સંવત 2081 ભાદરવા સુદ ચોથ. બુધવાર, ગણેશ ચતુર્થી. સંવત્સરી- ચતુર્થી પક્ષ.


[[$googlead]]

રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.

જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ તમામ રાશિનું રાશિફળ.

[[$alsoread]]

મેષ રાશિ

આર્થિક કરજ ન વધે તે જોજો, વધારાના ખર્ચ ખરીદી પર કાબુ રાખજો, સામાજિક પ્રવૃત્તિઓ માટે સાનુકૂળતા.

વૃષભ રાશિ

વિરોધીઓથી કે ઇર્ષાળુઓથી સાવધ રહેવું, મહત્ત્વની કામગીરીમાં વિલંબ જોવા મળે.

મિથુન રાશિ

આપના નોકરી-ધંધાના કામકાજો અંગે સંજોગો સાથ આપતાં જણાય,ગૃહજીવનમાં સંવાદિતા.

કર્ક રાશિ

આપની ઈચ્છાઓને સાકાર કરવાની તક સર્જાય, પ્રયત્નો ફળદાયી બનતા જોઈ શકશો.

સિંહ રાશિ

આપની મૂંઝવણોનો ઉકેલ મેળવી શકશો, આરોગ્યની કાળજી લેવી, પ્રયત્નોનું મીઠું ફળ ચાખી શકશો.

કન્યા રાશિ

આપના અગત્યના ગૂંચવાયેલા પ્રશ્નો હલ કરવાનો ઉપાય મદદ મળે, સંજોગો સુધરતા જણાય.

તુલા રાશિ

તમારા ઓરતાઓ અધૂરા ન રહે તે માટે યોગ્ય આયોજન અને સંકલ્પ જરૂર લેખજો, મુલાકાત ફળે.

વૃશ્ચિક રાશિ

ધીરજના ફળ મીઠા સમજવા, ગૃહજીવનના પ્રશ્નો હલ થતાં જણાય, વિવાદ ટાળજો.

ધન રાશિ

ચિંતાના વાદળો દૂર હઠતાં જણાય, કાર્ય સફળતા માટે વધુ પ્રયત્નો જરૂરી બને.

મકર રાશિ

માનસિક-શારીરિક ચિંતા હશે તો દૂર થાય, સફળતા પ્રગતિ માટે લક્ષ જરૂરી.

કુંભ રાશિ

આર્થિક ભીંસનો અનુભવ થતો લાગે, વાદ-વિવાદથી દૂર રહેવું, નવીન તક મળે.

મીન રાશિ

ધાર્યું કરવા માટે ધીરજ ધરી યોગ્ય આયોજન કરવું પડે, અવરોધ દૂર થાય.


  • Follow us on: