રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.


[[$googlead]]

જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ તમામ રાશિનું રાશિફળ.

વિક્રમ સંવત 2081. શ્રાવણ સુદ ત્રીજ. રવિવાર, હરિયાળી ત્રીજ

[[$alsoread]]

મેષ રાશિ

નોકરી-વ્યવસાયના ક્ષેત્રે કોઈ સમસ્યાનો હલ મળતો જણાય, ખર્ચ-વ્યયનો પ્રસંગ.

વૃષભ રાશિ

આપના આર્થિક પ્રશ્નો અંગે વધુ ધ્યાન આપવું પડે, ગૃહસમસ્યા હલ કરી શકો, પ્રવાસની તક.

મિથુન રાશિ

માનસિક સ્વસ્થતા જાળવી લેજો, વેપાર ધંધાના પ્રશ્નોનોે ઉકેલ જણાય, મિલન-મુલાકાત ફળે.

કર્ક રાશિ

આપના સામાજિક વ્યવસાયિક કામકાજ અંગે સાનુકૂળતા સર્જાય, મનની શાંતિ જાળવી શકશો.

સિંહ રાશિ

ખર્ચ-ખરીદીઓના પ્રસંગ પર અંકુશ ટાળજો. ગૃહવિવાદ ટાળજો, અગત્યનું કામ આગળ ધપાવી શકો.

કન્યા રાશિ

આપની મૂંઝવણો કે ચિંતાઓને દૂર કરી શકશો, લાભદાયી તક સર્જાય, મહત્ત્વના કામમાં પ્રગતિ.

તુલા રાશિ

અંગત મૂંઝવણ અંગે કોઈ હલ દેખાય, ગૃહવિવાદ ટળે, નાણાભીડ.

વૃશ્ચિક રાશિ

આપના પ્રયત્નોનું મીઠું ફળ વિલંબથી મળે, સ્નેહીનો સહકાર અને ટેન્શન હટે.

ધન રાશિ

કામકાજનો બોજ વધતો લાગે, વિવાદ અટકાવજો, ખર્ચ વધે.

મકર રાશિ

મનની મૂંઝવણ દૂર થાય, ગૃહજીવનમાં સંવાદિતા રહે, નાણાકીય કાર્ય થાય.

કુંભ રાશિ

મનની મુરાદ બર લાવવા પ્રયત્નો વધારવા પડશે, સામાજિક કાર્ય થઈ શકે.

મીન રાશિ

આરોગ્ય ચિંતા દૂર થાય, કૌટુંબિક બાબત માટે સાનુકૂળતા, ખર્ચ વધતું લાગે.

  • Follow us on: