રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.
જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ તમામ રાશિનું રાશિફળ.
વિક્રમ સંવત 2082 કારતક સુદ છઠ્ઠ- સોમવાર, છઠ વૃદ્ધિ તિથિ.
મેષ રાશિ
ધંધાકીય હોય કે સામાજિક કાર્ય આપની મહેનત રંગ લાવતી જણાય, ગૃહવિવાદ ટાળજો.
વૃષભ રાશિ
તણાવ અને ચિંતામુક્ત માટેના પ્રયત્નો સફળ નીવડે, પ્રવાસ મજાનો રહે, ખર્ચનો પ્રસંગ.
મિથુન રાશિ
આપની સામાજિક વ્યવસાયિક કામગીરી અંગે સાનુકૂળતા સર્જાય, સ્વજનનો સહકાર મળે.
કર્ક રાશિ
આપના વધુ પડતા ખર્ચા પર કાબુ રાખજો. પ્રેમનો માર્ગ વિકટ જણાય, વ્યથાના ઘૂંટ પીવા પડે.
સિંહ રાશિ
આપની ગૃહજીવનની બાબતો ગૂંચવાયેલી હોય તો ઉકેલાય, પ્રયત્નોનું ઈષ્ટ ફળ મેળવી શકશો.
કન્યા રાશિ
આપની ગણતરીઓ ઊંધી વળી ન જાય તે માટે જાગૃત રહેજો, પ્રિયજનથી ગેરસમજ નિવારજો.
તુલા રાશિ
અગત્યની કામગીરીઓ પ્રત્યે ધ્યાન આપવાથી સમયનો સદ્ઉપયોગ લાગે, ગૃહવિવાદ અટકાવજો.
વૃશ્ચિક રાશિ
નસીબનો સાથ ભલે ન લાગે, પણ મહેનતનો હાથ જરૂર ફળદાયી થાય, કૌટુંબિક બાબત હલ થાય.
ધન રાશિ
નાણાકીય પાસાંઓ પર ધ્યાન આપીને સમતોલ રાખવા પડે, સમસ્યાનું સમાધાન મેળવી શકશો.
મકર રાશિ
આપના સ્વપ્નાઓને સાકાર કરવા માટે આપે ધીરજ અને સમજણ કેળવવી પડે, નસીબ પલટાય ત્યાં સુધી રાહ જોવી પડે.
કુંભ રાશિ
મનોરથોને પૂર્ણ કરવા માટે મિત્રો, સ્વજનો, ઉપરીનો સહકાર મેળવવો જરૂરી લેખજો, તબિયત સાચવવી.
મીન રાશિ
આવક સામે ખર્ચના પ્રસંગોને વધવા ન દેશો, બચત તરફ લક્ષ આપજો, સ્વજનોથી સંવાદિતા રહે.









