વિક્રમ સંવત 2081 શ્રાવણ સુદ ચોથ. સોમવાર,વિનાયક ચોથ. પહેલો સોમવાર.


[[$googlead]]

મેષ રાશિ

મનોબળની દૃઢતા અને ઈચ્છાઓનો અમલ કરવાનો પુરુષાર્થના પુષ્પો પાંગરતા જણાય.

[[$alsoread]]

વૃષભ રાશિ

જીવનની કડવી સચ્ચાઈઓ અને સંબંધોના દંભનો અનુભવ થતો જણાય.

મિથુન રાશિ

નાણાકીય સંજોગો પર અને બૅન્ક બેલેન્સ પર કેટલો આધાર છે તે સત્ય લાધતું લાગે.

કર્ક રાશિ

પ્રગતિના સોપાનો સર કરવા માટે કેવળ સ્વપ્ન નહીં બલ્કે ભાગ્ય પણ કેટલું જરૂરી છે તે સમજાતું લાગે.

સિંહ રાશિ

સંસારના રશ્મો, રિવાજોને અનુસરવાથી કેટલો લાભ કે સહકાર મળી શકે તે જાણી શકશો.

કન્યા રાશિ

બીજાઓના આધારે રહેવા કરતાં આત્મબળ અને જાતના આધારે રહેવાથી કાર્ય સફળતા નજીક આવતી લાગે.

તુલા રાશિ

પરિસ્થિતિને રડવાની જરૂર નહીં પણ તેને બદલવાનો પ્રયત્ન કામ લાગે.

વૃશ્ચિક રાશિ

આપની કામનાઓને સાકાર કરવા આપને ધીરજ અને સખત પરિશ્રામ મદદ કરશે.

ધન રાશિ

આપની અંતઃકરણની ચિંતાઓ અને શંકાઓને નાથવાથી સુખ શાંતિ અનુભવાય.

મકર રાશિ

આપની બાંધછોડ કરવાથી, જતું કરવાથી તૈયારી આપને સફળતા અપાવી શકે.

કુંભ રાશિ

મંદ અને કાચબા ગતિ છોડીને જો ઉદ્યમ કરશો તો ફળ વહેલું પ્રાપ્ત કરી શકો.

મીન રાશિ

આપની સમસ્યાઓને સૂલઝાવવાનો ઉપાય મેળવી શકશો.


  • Follow us on: