રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.


[[$googlead]]

જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ તમામ રાશિનું રાશિફળ.

વિક્રમ સંવત 2082 કારતક સુદ છઠ્ઠ- મંગળવાર સૂર્ય ષષ્ઠી. છઠ્ઠ (બિહાર). જૈન અઠ્ઠાઈ શરૂ.

મેષ રાશિ

પ્રતિકૂળતા યા સામા પવનમાંથી માર્ગ નીકળતો જણાય, સમાધાનકારી વલણ મદદરૂપ બને.

[[$alsoread]]

વૃષભ રાશિ

કાર્ય સફળતા મેળવવ ાના પ્રયત્નો વધારવા પડે, ધાર્યું થવામાં વિઘ્ન જણાય, ખર્ચ પર કાબૂ

મિથુન રાશિ

આપની મનની મુરાદ મનમાં રહેતી લાગે, ગૃહજીવનમાં સંવાદિતા સર્જી લેજો, નાણાભીડનો અનુભવ.

કર્ક રાશિ

આપના નોકરી-વ્યવસાયની કામગીરીને આગળ ધપાવી શકશો, ગૃહજીવનમાં સમાધાન જરૂરી બને.

સિંહ રાશિ

આપના મનની બેચેની દૂર થતી લાગે, મહત્ત્વની બાબતો પર ધ્યાન આપી શકશો, પ્રગતિનો માર્ગ દેખાય.

કન્યા રાશિ

આપના અવરોધોને પાર કરી શકશો, ચિંતા દૂર થવા લાગે, આર્થિક પરિસ્થિતિ સાચવજો.

તુલા રાશિ

આપના મનની મૂંઝવણ હળવી બનતી જણાય, સ્નેહી-સ્વજનથી સહકાર, કાર્ય સફળતાની તક.

વૃશ્ચિક રાશિ

મનની મુરાદને બર લાવવા વધુ પ્રયત્ન અને ઇશ્વરીય મદદની જરૂર પડશે. તબિયત સાચવજો.

ધન રાશિ

આપના ઘરના અને ઑફિસના કામકાજો માટેના પ્રયત્નો ફળદાયી નીવડતા જણાય, આરોગ્ય સચવાય.

મકર રાશિ

આવકવૃદ્ધિના પ્રયત્નો સફળ બનતા જણાય, પ્રેમનો માર્ગ વિકટ બનતો લાગે, વિઘ્નનો પ્રસંગ.

કુંભ રાશિ

નિરાશાઓ દૂર થતી લાગે, આપને સફળતાની તક મળે તે ઝડપી લેજો. પ્રવાસમાં વિલંબ.

મીન રાશિ

સામાજિક અને વ્યવસાયિક કામ પ્રસંગો માટે સાનુકૂળતા જણાય, આપના ખર્ચ પર કાબુ રાખજો. પ્રવાસ પ્રસન્ન બને.

  • Follow us on: