વિક્રમ સંવત 2081. ભાદરવા સુદ છઠ્ઠ. શુક્રવાર, સૂર્યષષ્ઠી. બલરામ જયંતી.


[[$googlead]]

રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.

જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ તમામ રાશિનું રાશિફળ.

[[$alsoread]]

મેષ રાશિ

આપના નોકરી-વ્યવસાય કે સંપત્તિના કામકાજો અંગે સાનુકૂળ તક સર્જાતી જોઈ શકશો.

વૃષભ રાશિ

જોખમી નિર્ણયોથી દૂર રહીને ગણતરીપૂર્વક કામ કરવાથી ઈષ્ટ ફળ મેળવી શકશો.

મિથુન રાશિ

વાદ-વિવાદ ટાળીને તમે સમાધાનકારી વલણ દ્વારા લક્ષ સુધી પહોંચી શકશો.

કર્ક રાશિ

મૂંઝવણો કે કાલ્પનિક ચિંતાઓના ભારથી મન-મુક્તિ મેળવી શકશો.

સિંહ રાશિ

આપની સમસ્યાઓનો ઉકેલ માટે આપને ધીરજ ધરવી પડે, નાણાભીડ રહે.

કન્યા રાશિ

આપના કૌટુંબિક અને સામાજિક કામકાજ અંગે પ્રગતિનો માર્ગ મળી આવે.

તુલા રાશિ

શમણાંઓ એટલા રાખજો જેને તમે આંબી શકો, પ્રયત્નો એળે નહીં જાય.

વૃશ્ચિક રાશિ

ઉતાવળા પગલાં ભરતા સો વાર વિચારજો, લક્ષ હજુ દૂર જણાય.

ધન રાશિ

આપની તણાવભરી સ્થિતિ હવે હળવી બનતી જણાય, કોઈ મદદનો હાથ લંબાવે તો મિલાવી લેજો.

મકર રાશિ

યશ કે કદરની અપેક્ષા ભલે પૂરી ન થાય પરંતુ આપની અનિવાર્યતા જરૂર સમજાય.

કુંભ રાશિ

આપની સુષુપ્તશક્તિને જાગૃત કરી આપ વિકટ સંજોગોને સરળ કરી શકશો.

મીન રાશિ

આવેશ કે સાહસ પર સંયમ જરૂરી માનજો, વિફળતા રોકવા પ્રયત્નશીલ રહેજો.

  • Follow us on: