વિક્રમ સંવત 2081. શ્રાવણ સુદ પાંચમ. મંગળવાર, નાગપંચમી (દ.ગુજરાત)
રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.
જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ તમામ રાશિનું રાશિફળ.
મેષ રાશિ
આપની ઉતાવળ કે રઘવાટને સંયમમાં રાખી ચાલવાથી શાંતિ સફળતા અને સાનુકૂળતા રહે.
વૃષભ રાશિ
પરિસ્થિતિનો તાગ મેળવીને જ આગળ વધવાથી નુકસાનથી બચી શકશો, પ્રવાસ ફળે.
મિથુન રાશિ
આપના નકારાત્મક વિચારોને અટકાવીને આપ નિરાશાથી બચી શકશો, નાણાભીડ.
કર્ક રાશિ
કોઈપણ બાબત કે મન પર લગાડી ન લેવા સલાહ છે. જેથી શાંતિ ડહોળાતી અટકે, ખર્ચ રહે.
સિંહ રાશિ
ધાર્યા કામમાં વિઘ્ન કે વિલંબનો અનુભવ થતો જણાય, વધુ પ્રયત્ને સફળતાની તક રહે.
કન્યા રાશિ
આપના સામાજિક અને વ્યવસાયિક કાર્યો અંગે હવે કોઈ નવીન તક, દિશા આવી મળે.
તુલા રાશિ
તણાવ દૂર થતું જણાય, કાર્ય સફળતા માટે પ્રયત્નો વધારવા પડે, સ્નેહી, સ્વજનથી મિલન.
વૃશ્ચિક રાશિ
આવક સામે ખર્ચ-વ્યય વધે નહીં તે જોજો, ગેરસમજો ટાળવી, લાગણી હણાતી જણાય.
ધન રાશિ
આપના મનની મુરાદ મનમાં રહેતી લાગે, આર્થિક સમસ્યાને હલ કરવા માટે કોઈ સહાય મળે.
મકર રાશિ
લોભ-લાલચમાં પડશો નહીં, કૌટુંબિક કાર્ય રચના થઈ શકે, પ્રવાસ અંગે સાનુકૂળતા.
કુંભ રાશિ
ચિંતાના વાદળ હઠતાં જણાય, પ્રિય પાત્રથી સહકાર રહે, વ્યવસાયિક પ્રશ્નો ગૂંચવાતા લાગે.
મીન રાશિ
મનને શાંત- સ્વસ્થ રાખવા પ્રયત્ન કરજો, કાર્ય સફળતાની તક, આપની ચિંતા દૂર થતી લાગે.









