વિક્રમ સંવત 2081 ભાદરવા સુદ સાતમ. શનિવાર, સૂર્ય પૂર્વા ફાલ્ગુનીમાં વાહન ભેંસ.


[[$googlead]]

રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.

જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ તમામ રાશિનું રાશિફળ.

[[$alsoread]]

મેષ રાશિ

આપની આર્થિક સમસ્યાઓને ધીમેધીમે હલ કરી શકશો, ખોટાં સાહસથી દૂર રહેજો.

વૃષભ રાશિ

આપની માનસિક સ્વસ્થતા પુનરાશિપ્રાપ્ત કરી શકશો, પ્રિયજનથી ચકમક ન થાય તે જોજો.

મિથુન રાશિ

કાર્ય સફળતા મેળવવા તમારે સહી દિશાના પ્રયત્નો કરવા પડશે, કોઈના આધારે કે ભરોસે ન રહેવું.

કર્ક રાશિ

માનસિક ભય, ચિંતા કે વહેમ દૂર થાય, સાનુકૂળ તકનો ઉપયોગ કરી શકશો.

સિંહ રાશિ

સમજી વિચારીને કોઈ પણ નિર્ણય યા વચન આપજો, સંજોગો હજુ જોઈ તેટલા સાનુકૂળ બન્યા નથી.

કન્યા રાશિ

આપની વ્યવસાયિક કામગીરીઓનું મીઠું ફળ ચાખી શકશો, સ્વજનથી સહયોગ મેળવી શકશો.

તુલા રાશિ

સામાજિક પ્રવૃત્તિઓ થઈ શકે, નાણાકીય પ્રશ્ન અંગે અન્યની મદદ જરૂરી, પ્રવાસની તક.

વૃશ્ચિક રાશિ

આપના પરિશ્રામનો લાભ મળતો જણાય, આરોગ્ય સાચવવું, સાંસારિક પ્રશ્ન હલ કરી શકો.

ધન રાશિ

પ્રતિકૂળતા જણાતી હોય કે અવરોધ, આપના પ્રયત્નોના બળે સરળતા સર્જી શકાય.

મકર રાશિ

તનાવમુક્તિ અને ચિંતામુક્તિ માટે પ્રવૃત્તિશીલ રહી અને કૌટુંબિક ક્ષેત્રે રસ વધારજો.

કુંભ રાશિ

લાગણીઓથી ચાલવા કરતાં સમજદારી વધુ ઉપયોગી પુરવાર થાય, સમસ્યા ઉકેલાય.

મીન રાશિ

આપના પ્રયત્નોને સફળ થતાં જોઈ શકશો, મુલાકાતથી આનંદ.

  • Follow us on: