વિક્રમ સંવત 2081 ભાદરવા સુદ આઠમ. રવિવાર, દુર્ગાષ્ટમી. ધરો આઠમ. રાધાષ્ટમી.
રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.
જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ તમામ રાશિનું રાશિફળ.
મેષ રાશિ
આપના નાણાકીય યા સંપત્તિના કામકાજ અટક્યા હોય તો હવે તેને આગળ ધપાવવાનો માર્ગ મોકળો થતો લાગે.
વૃષભ રાશિ
ચિંતા અને વિષાદના વમળોમાંથી મન બહાર આવી શકશે અને કોઈ ધંધાકીય પ્રશ્ન હશે તો તમે હલ કરી શકશો.
મિથુન રાશિ
લાભની તક સરી જતી લાગે, ધાર્યું કામ કરવા આડે કોઈ વિઘ્ન જણાય, વધુ પ્રયત્ને સફળતા.
કર્ક રાશિ
આપની અગત્યની કામગીરી અંગે સંજોગ સાનુકૂળ બનતા લાગે, સામાજિક કામ પ્રસંગથી આનંદ.
સિંહ રાશિ
આપના અંતઃકરણની શાંતિ ડહોળાતી જણાય, ધાર્મિક ઉપાયથી લાભ, પ્રવાસ-મિલન-મુલાકાતની તક.
કન્યા રાશિ
આવક કરતાં જાવક વધતી લાગે, ખરીદીઓનો પ્રસંગ વધે, સ્નેહી સ્વજનથી સહકારની આશા.
તુલા રાશિ
સ્વજન સાથેના વૈચારિક ઘર્ષણ નિવારવા સલાહ છે જેથી સંવાદિતાનું વાતાવરણ સર્જાશે.
વૃશ્ચિક રાશિ
અંતરાયોને દૂર કરી શકશો, સામાજિક પ્રવૃત્તિઓ માટે સાનુકૂળ લાભ વિલંબમાં પડતો લાગે.
ધન રાશિ
ભાગ્યદેવીનો સાથ ધારો છો તેવો ન મળે તેથી પુરુષાર્થ પર જ વિશ્વાસ રાખજો, વિવાદ અટકે.
મકર રાશિ
આપની મુશ્કેલીઓ હળવી થતી જણાય, સામાજિક કામગીરીમાં સફળતા, પ્રવાસમાં વિલંબનો અનુભવ.
કુંભ રાશિ
વ્યવસાયિક બાબતો અંગેના તમારા પ્રયત્નો સફળ બનતા જણાશે, સ્વજનોથી સંબંધો બગડે નહીં તે જોજો.
મીન રાશિ
આપના હાથ ધરેલાં કાર્યોને આગળ ધપાવવાની તકો સર્જાય, મહત્ત્વના નિર્ણયો લઈ શકાય.









