રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.
જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ તમામ રાશિનું રાશિફળ.
વિક્રમ સંવત 2081 શ્રાવણ સુદ સાતમને ગુરુવાર, તુલસીદાસ જયંતી
મેષ રાશિ
સાનુકૂળ તક સર્જાય, કેટલાક પ્રશ્નોનો હલ મળે, ખર્ચા પર કાબુ રાખવા જરૂરી.
વૃષભ રાશિ
સામાજિક અને કૌટુંબિક કાર્ય રચના થાય, તબિયત સાચવજો, પ્રવાસ ફળદાયી.
મિથુન રાશિ
મનની સમસ્યા, ચિંતાનોે ઉકેલ મળે, નાણાભીડની ચિંતા હળવી બને, સ્નેહીથી મિલન.
કર્ક રાશિ
અગત્યના કામકાજમાં પ્રગતિ, અન્યની મદદ, ગૃહવિવાદ ટાળજો, નાણાકીય સમસ્યા જણાય.
સિંહ રાશિ
આપના પ્રયત્નો લાંબાગાળે સફળ બને, કોઈની સહાય કામ લાગે, ખર્ચા વધતા લાગે.
કન્યા રાશિ
લાભદાયી તક મળે, મહત્ત્વના કાર્યમાં પ્રગતિ, સ્નેહી સ્વજનથી સહયોગ.
તુલા રાશિ
આપના મનની મનમાં રહેતી લાગે, તક ગુમાવવી ન પડે તે જોજો, મહેનત માગે છે.
વૃશ્ચિક રાશિ
આપના અગત્યના સંબંધો અંગે મનદુઃખનો અનુભવ, નાણાકીય કાર્ય અંગે વિલંબ.
ધન રાશિ
આપની આશા ફળવામાં હજી દેર લાગે, સંઘર્ષ જણાય, વિવાદ ટાળવા.
મકર રાશિ
ચિંતા અશાંતિ હળવા બને, કોઈ સાનુકૂળ આશાવાદી તક, આવક સામે જાવક વધશે.
કુંભ રાશિ
તબિયત સાચવવી પડે, ખર્ચ વધતા જણાય, જે નાણાભીડ રાખે, મિત્ર-સ્વજનની મદદ મળે.
મીન રાશિ
સામાજિક કામ પ્રસંગે ધર્મકાર્ય અંગે સાનુકૂળતા, સફળતાની આશા ફળે, પ્રવાસ મજાનો બને.









