વિક્રમ સંવત 2082 પોષ સુદ પાંચમને ગુરુવાર પંચક. ખ્રિસ્તી નાતાલ


[[$googlead]]

રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.

જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ તમામ રાશિનું રાશિફળ 

[[$alsoread]]

મેષ રાશિ

આપની કોઈ ચિંતાનો ભાર ઉતરતો જણાય, વધુ પ્રયત્ને ફળ મળતું લાગે, પ્રવાસ મજાનો.

વૃષભ રાશિ

સામાજિક અને વ્યવસાયિક કામકાજમાં સફળતા અને પ્રગતિ જોઈ શકશો.

મિથુન રાશિ

અવરોધમાંથી માર્ગ મેળવીને આગળ વધી શકશો, આર્થિક સમસ્યા જણાય, સ્નેહી, સ્વજનનોની મદદ.

કર્ક રાશિ

આપના મન પરનો બોજ વધતો લાગે, ધાર્યું કરવામાં મુશ્કેલી રહે, ખર્ચ પર કાબુ રાખજો.

સિંહ રાશિ

આપના પ્રયત્નો ફળદાયી બનતા લાગે, વિવાદથી દૂર રહેજો, સ્નેહી મિલન, પ્રવાસની તક.

કન્યા રાશિ

હજુ ધીરજ અને સમતા રાખવી પડે, ધાર્યા કામમાં વિલંબ વધતો લાગે, પ્રવાસમાં વિઘ્ન.

તુલા રાશિ

આવક સામે જાવક વધતી લાગે, ગૃહજીવનમાં સંવાદિતા, સ્વજનનું આગમન, ખર્ચ ટાળજો.

વૃશ્ચિક રાશિ

મહેનત રંગ લાવતી લાગે, કોઈ ચિંતાનો ભાર હળવો થતો જણાય, ગૃહવિવાદ ટાળજો.

ધન રાશિ

આપના કૌટુંબિક પ્રશ્નો ગૂંચવતા જણાય, માનસિક ટેન્શન ઉતરે, ખર્ચ, વ્યથા વધે.

મકર રાશિ

અપેક્ષા મુજબ ફળ ન મળે, ધીરજ ફળે, કૌટુંબિક કાર્ય સફળ બને.

કુંભ રાશિ

નોકરી-વ્યવસાયના કામકાજ માટે સાનુકૂળતા સર્જાય, તબિયત બગડે નહીં તે જોજો.

મીન રાશિ

આપના અગત્યના પ્રશ્નોને હલ કરવાની તક સર્જાય, સાનુકૂળતાનો ઉપયોગ કરી લેજો.


  • Follow us on: