રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.


[[$googlead]]

જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ તમામ રાશિનું રાશિફળ

વિક્રમ સંવત 2082. ફાગણ વદ અમાસ -ગુરુવાર, પંચક, ગુડી પડવો. ચૈત્રી નવરાત્રી શરૂ.

[[$alsoread]]

મેષ રાશિ

આપનો પ્રભાવ અને છાપ જમાવી શકશો, લાભની તક દૂર ઠેલાતી જણાય.

વૃષભ રાશિ

કાલ્પનિક અને આભાસી સમસ્યાઓના ચક્રવ્યૂહમાંથી બહાર આવી શકશો, નાણાભીડ.

મિથુન રાશિ

આપના મનોરથો અધૂરા રહેતા લાગે, વધુ ધીરજ અને પ્રયત્નો જરૂરી બને, આર્થિક મૂંઝવણ.

કર્ક રાશિ

આપના ગૂંચવાયેલા કામકાજોને સુવ્યવસ્થિત કરી શકશો, નાણાકીય બોજ ન વધે તે જોજો.

સિંહ રાશિ

ધાર્યા કામકાજો અંગે વિઘ્ન કે વિલંબ હશે તો દૂર થવા લાગે, કૌટુંબિક પ્રશ્ન અંગે રાહત થાય.

કન્યા રાશિ

તમારા માનેલા કાર્યો હજી અણઉકેલ્યા હશે તો ઉકેલનો માર્ગ મળે, તકલીફ દૂર થવા લાગે.

તુલા રાશિ

સરી જતા સમયના સૂત્રને પકડી રાખીને કર્મ કરવાથી ફળ સારું મળે.

વૃશ્ચિક રાશિ

આપની દૃઢ ઈચ્છાશક્તિ અને કર્મ નિષ્ઠતા આપને મુશ્કેલીમાંથી માર્ગ આપી શકે.

ધન રાશિ

વાદ નહીં વિવાદ નહીં, 'ધ્યેય' સિવાય વાત નહીં એ સૂત્ર ઉપયોગી બની શકે.

મકર રાશિ

ધીરજની પરિસીમા ભલે દેખાય પણ આપના પ્રયાસો આખરે ફળતા જણાય.

કુંભ રાશિ

'ન માગે દોડતું આપે' એ કાવ્યપંક્તિ આપને સાચી પડતી જણાય.

મીન રાશિ

વેધક શબ્દોના તીર નહીં બલ્કે સૌમ્ય હિતના બોલ જરૂર કાર્ય સફળતા માટે નિમિત્ત બને.


  • Follow us on: