રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.


[[$googlead]]

જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ તમામ રાશિનું રાશિફળ

વિક્રમ સંવત 2082. ફાગણ વદ છઠ્ઠને સોમવાર , સંત એકનાથ ષષ્ઠી.વિંછુડો કલાક 9.29 થી.

[[$alsoread]]

મેષ રાશિ

ધીમે ધીમે સફળતા અને પ્રગતિનો અહેસાસ થતો લાગે, પ્રયત્નો અધૂરા ન રહે તે જોજો.

વૃષભ રાશિ

માનસિક તણાવ અને બોજ હળવો કરવાનો માર્ગ મળે, સફળતાની આશ સર્જાય.

મિથુન રાશિ

શાંત વલણ અને સમાધાનવૃત્તિ મદદરૂપ બને, વ્યવસાયિક ક્ષેત્રે તક મળે, સાનુકૂળતા સર્જાય.

કર્ક રાશિ

સંજોગોનો દોષ નહીં પણ ધ્યાન- પરિશ્રામનો દોષ કોઈ રૂકાવટ આવી શકે, નાણાભીડ.

સિંહ રાશિ

આપની ગણતરી ઊંધી ન વળી જાય તે જોજો, જાગૃત રગી આગળ વધવા સલાહ છે.

કન્યા રાશિ

આપની મહત્ત્વની કામગીરીને આગળ ધપાવવા અનુભવની મદદ લેવી પડે, ખર્ચ અટકાવજો.

તુલા રાશિ

આપના આદર્યા કામ અધૂરાં ન રહી જાય તે માટે સજાગ રહેજો, સામાજિક પ્રસંગ, ખર્ચ રહે.

વૃશ્ચિક રાશિ

કાર્ય સફળતા અને પ્રગતિકારક સંજોગોનો ઉપયોગ કરી લેજો, સ્નેહીનો સહકાર.

ધન રાશિ

નોકરી-ધંધા કે કુટુંબના પ્રશ્નો ગૂંચવાય નહીં તે જોજો, પ્રવાસ,નાણાભીડનો અનુભવ.

મકર રાશિ

આપના પ્રયત્નોનું ઈષ્ટ ફળ આવવાના સંકેત મળતા લાગે, ગૃહવિવાદ ટાળજો.

કુંભ રાશિ

પ્રતિકૂળતા અને ટેન્શનમાંથી બહાર આવવાની તક સર્જાય, પ્રયત્નો ફળદાયી બને.

મીન રાશિ

સામાજિક વ્યવસાયિક સંજોગ સુધરે, આરોગ્યની કાળજી જરૂરી માનજો.

  • Follow us on: