રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.


[[$googlead]]

જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ તમામ રાશિનું રાશિફળ

વિક્રમ સંવત 2082.ચૈત્ર સુદ સાતમ- બુધવાર, વાસંતી દુર્ગાપૂજા શરૂ.

[[$alsoread]]

મેષ રાશિ

મનને નિર્બળ ન થવા દેશો હિંમત આત્મવિશ્વાસને ટકાવી રાખજો તો ફતેહ આગળ છે.

વૃષભ રાશિ

મૂંઝવણો અને તણાવ કે વ્યથા વિષાદની સ્થિતિમાંથી બહાર આવી શકશો, કાર્ય સફળ.

મિથુન રાશિ

હકારાત્મક પ્રયત્નો અને વલણ ફળદાયી બનતા જણાય, વિપરીત સંજોગો બદલાશે.

કર્ક રાશિ

આપની વધુ પડતી આશા ભલે પૂર્ણ ન થાય પણ કાર્ય સફળતા મેળવી શકશો, લાભની તક.

સિંહ રાશિ

તબિયતની કાળજી જરૂરી માનજો, સામાજિક કૌટુંબિક બાબતો પર લક્ષ આપજો.

કન્યા રાશિ

આપના પ્રયત્નો વધારવાથી ફળ મીઠું આવી મળે, સ્નેહીથી મતભેદ નિવારજો, નાણાભીડ.

તુલા રાશિ

અંગત મૂંઝવણ ઘેરી બનતી જણાય, મિત્રની મદદ મળે, નાણાકીય સમસ્યા જણાય, ગૃહવિવાદ.

વૃશ્ચિક રાશિ

પ્રવાસ-પર્યટન, મુલાકાત ફળે, સાનુકૂળતા, નવીન કાર્ય રચના અને લાભની આશા ફળે.

ધન રાશિ

પ્રયત્નો વધારવા પડે, કરજથી દૂર રહેજો, તબિયત નરમ બનતી લાગે, મતભેદ ટાળજો.

મકર રાશિ

ધંધા-નોકરીના ક્ષેત્રે જણાવી, તકલીફનો ઉપાય મળે, ખર્ચ ખરીદી વધે નહીં તે જોજો.

કુંભ રાશિ

મનના ઓરતા મનમાં રહેતા લાગે, નાણાભીડતો ઉકેલ વિલંબમાં પડે, ગૃહજીવનમાં ચકમક ન થાય તે જોજો.

મીન રાશિ

આર્થિક આયોજન અને ધંધાકીય કાર્યોને વ્યવસ્થિત કરી શકશો, સમસ્યાનો ઉકેલ આવે.

  • Follow us on: